જકોટ મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ સામાન જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી. ઉપરાંત જુદા જુદા આસામીઓ પાસેથી રૂ. ૬૩,૯૫૦/- જેવો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ હતો.
જેમાં યુનિ. રોડ, પુષ્કરધામ મેઈન રોડ, લીમડા ચોક અને પેલેસ રોડ પરની મંગળવારી બજાર પરથી કેબીન એક, રેકડી પાંચ, બોર્ડ એક, પ્લાસ્ટિક ખુરશી ૧૧૯, પ્લાસ્ટિક ટેબલ નવ, પ્લાસ્ટિક ટીપાઈ નવ, કાઉન્ટર બે, એલ્યુમીનીયમ ના મોટા તપેલા બે, એલ્યુમીનીયમ ડોલ એક, એલ્યુમિનિયમ ત્રાસ એક, ગેસ ના ચુલા બે, પ્લાસ્ટિક સ્ટુલ ૧૭, લોખંડની કળાઈ એક, સ્ટીલનું વોટર કુલર એક, સિલાઈ મશીન સ્ટેન્ડ એક, બાકળો એક, લાકડા ના ફોલ્ડિંગ ટેબલ છ, લાકડા નુ સ્ટુલ બે, લોખંડના ટેબલ ચાર, લોખંડ નુ સ્ટુલ એક, પંખી બે, બરફ તોડવાનું મશીન એક, લાકડાના પાટિયા ચાર, સગળો એક, જારીવારું પીંજરું એક, સીટ કવર ૫૫, મંગળવારી પેલેસ રોડ પર કપડાના પોટલા પાંચ, તેમજ પરચુરણ માલ ૮ વિગેરે સામાન કબ્જે કરેલ છે.
આ કામગીરી એસ્ટેટ શાખાના આસી. મેનેજર શ્રી બી.બી.જાડેજા અને ટીમ અને ડીવાય.એસ.પી. શ્રી આર,બી. ઝાલા અને તેમની વિજિલન્સ ટીમ તથા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.