વલ્લભ ક્ધયા કેળવણી મંડળ પ્રચાલીત કડવીબાઇ વિરાણી કન્યા વિઘાલયમાં ધો.૯ અને ૧૦ માં ભણતી વિઘાર્થીનીઓ માટે ગણીતનું પ્રાયોગીક કાર્યને અનુલક્ષીને ધો.૯ ના એનસીઇઆરટી નવા અભ્યાસકમ મુજબ અને ગણિત જેવા અધરા વિષયને નવીનતમ પ્રયોગો દ્વારા ખુબ સરળ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ધો.૯ ના પ્રકરણ યામ ભૂમિતિનો ખુબ સુંદર પ્રયોગો વિઘાર્થીનીઓને કરાવવામાં આવ્યો.

જેમાં શાળાના ધો.૯ ના ૩૩૦ વિઘાર્થીઓએ મઘ્યસ્થ પ્રાંગણમાં વિઘાર્થીઓ દ્વારા જ એકસ-વાય અક્ષના બિંદુઓ બન્યા અને (એકસ-વાય) જોડી પણ વિઘાર્થીઓજ નબી યામ ભૂમિતિને ગમ્મતની જેમ માણી મુદ્દાને ખુબ સરળ બનાવી શકયા હતા.આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોનું પણ પ્રાયોગીક અઘ્યપન પણ શાળામાં કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.