કણસાગરા મહિલા કોલેજ દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ૧૩મીએ શૈક્ષણિક જગતમાં સપશે નવો કિર્તિમાન
અંગદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે: ભૂતપૂર્વ વિધાર્થીઓ,વાલીઓ, એનએસએસની બહેનો જોડાશે
સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે.એસ.એન.કણસાગરા મહિલા કોલેજ દ્વારા આગામી ૧૩મીએ ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે ૩૦૦૦થી વધુ વિધાર્થીનીઓ અંગદાન સંકલ્પ અને જાગૃતિ અભિયાનમાં જોડાઈને માનવ સાંકળ રચી ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સન મેળવી ગુજરાતના શિક્ષણ જગતમાં સોનેરી ઈતિહાસ રચશે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ડો.જયોતી રાજયગુરૂ, ડો.યશવંત ગોસ્વામી અને ડો.સંજય કામદારે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
કરૂણસાગરા કોલેજમાં ૧૩મીએ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે અંગદાન જાગૃતિ અને સંકલ્પ વિષયક આ શૈક્ષણિક વિશ્વ વિક્રમ સર્જાશે. ગુજરાતના શૈક્ષણિક જગતની શાન અને ગૌરવ સમા આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, કુલપતિ સૌ.યુનિ. નિલામ્બરીબેન સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમનો હેતુ લોકોને અંગદાન માટે જાગૃત અને પ્રેરિત કરવાનો તા અંગદાન પ્રક્રિયા બાબતે તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન આપવાનો છે. ઐતિહાસિક અવસર નિમિત્તે શ્રીમતી કણસાગરા કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા કોલેજમાં ઓર્ગન ડોનેશન સેન્ટરની સપના કરવામાં આવશે. જેના દ્વારા વર્ષના ૩૬૫ દિવસ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ‘ઓર્ગન ડોનેશન અવેરનેસ અભિયાન’ ચલાવવામાં આવશે. હાલ કોલેજની ૩૦૦૦થી વધુ વિધારથીનીઓમ અંગદાન જાગૃતિ માટે વૈવિધ્યસભર કાર્યક્રમો જેવાં કે કોલેજમાં ‘ઓર્ગન ડોનેશન સૂત્ર લેખન સ્પર્ધા’, શહેરના જાણીતા ન્યુરોસર્જન-ડોકટર્સના વ્યાખ્યાન, અંગદાન અંગે શોર્ટ વિડીયો ફિલ્મ દર્શાવવી, ફેઈબુક અને વોટસએપ મિડિયા દ્વારા પ્રચાર-પ્રસાર, કોલેજમાં દરરોજ ર્પ્રાના સમયે અંગદાન અંગે પ્રેરક ઉદ્ઘોષણા અને માહિતી આપવા ઉપરાંત વર્ગખંડમાં પણ સૌ અધ્યાપકો દ્વારા વિશેષ સમય ફાળવીને અંગદાન અંગે માર્ગદર્શન સહિતના પ્રયત્નોથી કોલેજના સમગ્ર માહોલમાં અંગદાન જાગૃતિનું વાતાવરણ સર્જવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની વિવિધ કોલેજોના ૧૫૦૦થી વધારે એન.એસ.એસ. વોલિંટિયર્સ ઉપરાંત શ્રીમતી કણસાગરા કોલેજ ૫૦૦થી વધુ ભૂતપૂર્વ વિધાર્થીનીઓ જોડાશે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું રજીસ્ટ્રેશન અને સંકલ્પપત્ર ઓનલાઈન ભરવામાં આવી રહ્યાં છે. ૧૩ ઓગષ્ટે ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સન પામ્યા હતા તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ દિવસને વધાવવા કોલેજમાં ૧૩મી ઓગસ્ટે લોકડાયરો અને દેશભક્તિ ગીતોનું પણ આયોજન યું છે.
અભિયાનમાં જોડાવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે
આથી કણસાગરા મહિલા કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા.૧૩/૮/૨૦૧૮ના રોજ સવારે ૮ થી ૧૦ ઓરગન ડોનેશન અવેરનેસ વર્લ્ડ રેકોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેમાં અંગદાન જાગૃતિ અંગે હ્યુમન ચેઈન બનાવવાના ઉમદા અભિયાનમાં ભૂતપૂર્વ વિધાર્થી મંડળ સહભાગીદાર હોય. દરેક ભૂરપૂર્વ વિધાર્થીને આ કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ છે. રજીસ્ટ્રેશન માટે આ મુજબ લીંક આપેલી છે. (કશક્ષસ:-ઝશક્ષુ.ભભ/સતક્ષસજ્ઞલિફક્ષમ૨૦૧૮) તા કોલેજની વેબસાઈટમાં પણ લીંક આપેલી છે. તેમાં આજે જ રજીસ્ટ્રેશન કરાવી કોલેજ દ્વારા યોજાયેલ આ ઉમદા અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં જોડાવા ભૂતપૂર્વ વિધાર્થી મંડળ તરફી અપીલ કરવામાં આવે છે. આવો સર્વે કણસાગરા કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા તમામ વિધાર્થીનીઓ આપણે સો માનવતાના ઉતમ કાર્યમાં જોડાઈને કણસાગરા કોલેજે શરૂ કરેલા આ અભિયાનને સફળ બનાવીએ અને આપણી ભવ્ય શિક્ષણ સંસને આપણા સહયોગી ભવ્યાતિભવ્ય બનાવીએ