૨૦ કંપનીઓમાં ૨૫૪ વિદ્યાર્થીઓને મળી તક
ભારત એ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકીર્દી પસંદ કરી જીવનમાં સફળતા મેળવે તે હેતુથી શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ, કોમર્સ, એન્ડ બી.બી.એ કોલેજમાં રોજગાર કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ જોમાં ૨૦થી વધુ કંપનીઓ હાજર રહી હતી ગોપાલ સ્નેકસ, હિરોઆન, યુરેકા ફોર્પ્સ, શિવશકિત એન્જીનીયરીંગ એલઆઈસી, ભારતી એક્ષા તથા પતંજલી જેવી રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ પણ સામિલ હતી.
લગભગ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટર થઈ ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાંથી પસાર થયા હતા. અને ૨૪૮ વિદ્યાર્થીઓ ને નોકરી પ્રાપ્ત થઈ હતી જેને કોલેજના પ્રિ. ડો. યજ્ઞેશભાઈ જોષીએ મોટી સિધ્ધિ ગણાવી હતી તેમણે જણાવ્યુ કે હવે ના સમય માં દરેક શૈક્ષણીક સંસ્થાઓ અભ્યાસક્રમ ઉપરાંત આવા પ્રકારના જોબફેર કરવા પડશે અને શૈક્ષણીક સંસ્થાઓ તથા ઉદ્યોગો વચ્ચે કડીબ ની વિદ્યાર્થીઓને પગભર કરવા સહભાગી થવું પડશે.
કોલેજના ટ્રસ્ટી ડો. અલ્પનાબહેન ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. રોજગાર કચેરી રાજકોટના અધિકારી ચેતનાબહેન પણ કોલેજની આ કામગીરીને બિરદાવી હતી તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓને રોજગાર કચેરીમાં રજીસ્ટર કરાવવાની બાંહેધરી આપીહતી.
આ સમગ્ર કાર્યક્રમ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. રાજુભાઈ ટાંચકના માર્ગદર્શન હેઠળ થયો હતો. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હિમાંશુ રાણીગા કરેલ તથા શૈક્ષણીક અને બિન શૈક્ષણીક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.