રૂ.૧૭,૭૫૦નો વહિવટી ચાર્જ વસુલાયો
કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં એનટી પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાન-માવાના ૭૪ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૮ કિલો જેટલો પ્લાસ્ટીક પાન-માવાનો પ્લાસ્ટીક જપ્ત કરી ‚રૂ.૧૭,૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આજે સોલીડ વેસ્ટ શાખા દ્વારા ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, પેડક રોડ, આડો પેડક રોડ, ૮૦ ફુટ રોડ, કોઠારીયા રોડ પર ૧૫ પાન-માવાના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે.
૭.૩૫૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ‚રૂ.૫૫૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં અમીન માર્ગ, કોટેચા ચોક, નંદનવન મેઈન રોડ, ઉમિયા ચોક, ખીજડાવાળો રોડ, બાલાજી હોલ ચોક, સત્યસાંઈ રોડ, લાખના બંગલાવાળો રોડ, ટેલીફોન એકસચેન્જ રોડ સહિતના વિસ્તારોમાં પાન-માવાના ૫૯ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ૧૧ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ‚રૂ.૧૨,૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.