રાજકોટની જાણીતી ગાર્ડી વિઘાપીઠ સંચાલીત લલીતાબેન રમણીકલાલ શાહ હોમીયોપેથી કોલેજના પ્રથમ વર્ષ બીએચએમએસ ના ૧૦૦ જેટલા વિઘાર્થીઓએ તેમના ટીચીંગ ફેકલ્ટી સાથે હોમીયોપેથી દવા બનાવતી ફાર્મસી હાલ ઇન્ટરનેશનલને ગુજરાત સરકાર માન્ય જીએમપી યુનિટ છે તેની મુલાકાત લીધી હતી.
વિઘાર્થીઓને અહિ રો-મટીરીયલ એકત્ર કરવાની પઘ્ધતિઓ દર્શાવાય હતી. તેમને એકસ્ટ્રેકટ કેવી રતીે છુટ્ટા પાડવા તેની રીતો દર્શાવી હતી. અને તેમાંથી હોમીયોપેથી દવા કેવી રીતે બનાવાય છે તે કંપનીના અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું હતું વિઘાર્થીઓ માટે આ મુલાકાત ઘણું શિખવનારી હતી. તેમણે દવાઓ કેવી રીતે બને છે તે પહેલી વખત નિહાળ્યું હતું. અંતમાં તરફથી વિઘાર્થીઓ અને ફેકલ્ટીઓને નાની હોમીયોપેથક મેડીસીન કીટ કે જેમાં ઇમરજન્સી સારવાર માટેની દવાઓ સામેલ હતી. તે આપવામાં આવી હતી.
આ એજયુકેશન આયોજન ગાર્ડી વિઘાપીઠ સંચાલીત લલીતાબેન રમણીકલાલ શાહ હોમીયોપેથી કોલેજના ફેકલ્ટીઓ ડો. નિશાંત પંડયા, ડો. કેતન હિરાણી, ડો. શીવકુમારી વર્મા, ડો. ડિમ્પલ હરસોરા, ડો. દ્રષ્ટ્રી ઉપાઘ્યાય દ્વારા આયોજીત કરાઇ હતી.
આ એકેડમીક ટુરના સફળ આયોજન બદલ ચેરમેન ડી.વી. મહેતા વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટ જય મહેતા અને કોલેજના પ્રીન્સીપાલ ડો. અરવિંદ જે. ભટ્ટ દ્વારા સમગ્ર આયોજક ટીમ અને વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.