શહેરના આજીડેમ નજીક આવેલ માંડાડૂંગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે વિસ્તારમાં મેટલીંગ વર્કનો પુર જોશથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલીકા ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીની ઉપસ્થિતિમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાદડીયાના હસ્તે આ વિકાસલક્ષી કાર્યનો પ્રારંભ થતા લતાવાસીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ ભાજપ અગ્રણી મનસુખભાઈ જાદવ, ઘનશ્યામભાઈ સોલંકી, સંજયપુરી ગોસ્વામી, કલ્પેશભાઈ મેટાળીયા, નરેશભાઈ મકવાણા, ધનંજયભાઈ ભાષા ભાષી સેલ વિગેરે તથા બહોળી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.