જનઔષધી મેડિકલ, જય દ્વારકાધીશ મોબાઈલ, મોમાઈ હોટલ, અમુલ આઈસ્ક્રીમ, રાધે હોટલ સહિતના સ્થળોએ માર્જીનમાં થયેલા ઓટા-છાપરાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ અને ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર માર્જીન તથા પાર્કિંગમાં ગેરકાયદે ખડકાયેલા દબાણોનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૩૪ સ્થળોએ માર્જીનમાં થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.આજે સવારે વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા, એટીપી પી.ડી.અઢીયા, એ.જે.પરસાણા અને આર.એન.મકવાણા સહિતના ટીપી સ્ટાફ સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ત્રાટકી હતી. અહીં બાલાજી આઈસ ડીસ એન્ડ ગોલા, જનઔષધી મેડિકલ, ઓમ કલાસીસ, કરશનબાપા ટી સ્ટોલ, દ્વારકાધીશ ટી સ્ટોલ, નંદકિશોર શોપ, કેરેલા ટાયર, જય દ્વારકાધીશ મોબાઈલ, ડિલકસ કોલ્ડ્રીંકસ, અમૃત ડેરી, સમર્પણ હોસ્પિટલ, જય ગણેશ કોમ્પ્લેક્ષ, બિઝનેસ પીનેકલ, આકાંક્ષા ટ્રેડર્સ, જાસલ બિલ્ડીંગ, ભૈરવનાથ મારબલ, દોસ્તી પાન, ડિલકસ પાન, ગેલેકસી સોડા, મોમાઈ હોટલ, વેસ્ટ ગેટ, આત્મન, મીત્સ્યુબીસી ઈલેકટ્રીક, રાધે હોટલ, ડિલકસ પાન, માધવ રેસ્ટોરન્ટ, અમુલ આઈસ્ક્રીમ, રાધે ફરસાણ, પાર્થ એસ્ટેટ અને ઓમ નામની દુકાન સહિત કુલ ૩૪ સ્થળોએ લાકડાનું છાપરુ, સાઈન બોર્ડ, પતરા, સ્ટીલની રેલીંગ, ઓટા, લોખંડની ચીમની અને લોખંડના એન્ગલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.