ખેડૂતોને ૨ કલાક વધુ વીજળી અપાવવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી અને રાજય સરકારને અભિનંદન પાઠવતા ભાજપ પ્રદેશ પ્રવકતા
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ કરેલા આક્ષેપોનું ખંડન કરી પ્રત્યાઘાત આપતા જણાવ્યુ હતુ કે, ૨૦૧૪માં જ ભ્રષ્ટાચારના મગરમચ્છોને દેશની જનતાએ કેન્દ્ર સરકારમાંથી દૂર કર્યા છે તેમજ દેશના ૧૭ જેટલા રાજ્યોમાંથી કોંગ્રેસને દૂર કરી છે.
સત્તા વગર તરફડતી કોંગ્રેસ જુઠ્ઠા આક્ષેપો કરી રહી છે. જે દિવસે ગુજરાતની જનતા મીડિયા દ્વારા પોલીસ અધિકારી તથા સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલ વીડિયોગ્રાફી તથા પંચનામાની પ્રક્રિયા જોઇ રહી હતી તે જ દિવસે કોંગ્રેસના વિપક્ષના નેતા જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી.ફળદુની સૂચનાી ભાજપા સરકાર દ્વારા એકશન લેવાતા હતા. તે એકશનને જુઠ્ઠા આક્ષેપમાં ફેરવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી હતી.
પંડ્યાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે.
જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આગળ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી છે.
સરકાર ખેડૂતહિતના એક પછી એક પગલાઓ લઇ રહી છે તથા કલ્યાણકારી યોજનાઓ આપી રહી છે તેની પ્રતિતિ ખેડૂતો કરી રહ્યા છે તેથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે. ત્યારે બીજે ધ્યાન દોરવા સરકારની નિષ્પક્ષ અને કડક કાર્યવાહી સામે આક્ષેપો કરી ખોટો ભ્રમ ઉભો કરવાનો નિર્રક પ્રયાસ કોંગ્રેસ કરી
રહી છે.
પંડ્યાએ જણાવ્યુ હતુ કે, મીડિયામાં મગફળી બાબતનું જે ઓડિયો ક્લીપ ફરી રહી છે તે બાબતે મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તા ભાજપા સરકાર સંપૂર્ણ ગંભીર અને કડક છે.
આ ઓડિયો ક્લીપમાં કોઇપણના ભ્રષ્ટાચારને ચલાવી નહી લેવાય તે પ્રકારની તા બચવા માટે સરકારને ભલામણ કરવાની ઇ રહેલી વાતી જ પ્રતિત થાય છે કે આરોપીઓને સરકારના કડક પગલાની બીક લાગી છે.
વિપક્ષના નેતાને કોંગ્રેસના ભયંકર ભૂતકાળની યાદ અપાવતા પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના સમયમાં ખેડૂત માટે વીજળી, ખાતર, પાણીની કેવી પરિસ્થિતિ હતી, ખાતરમાં કેવો ભ્રષ્ટાચાર થતો હતો, ખેડૂતોને ૧૮–૧૮ ટકાના વ્યાજે લોન મળતી હતી, ખેડૂતોને ગોળીએ દેનાર, ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર કરનાર તથા ખેડૂતોને વીમાનો એકપણ રૂપિયો ન આપનાર કોંગ્રેસના નેતાઓ હવે ખેડૂતોના હિતની વાત કરી રહ્યા છે.
તે હાસ્યાસ્પદ લાગે છે. ભાજપા સરકારમાં ખેડૂતોને અકસ્માત વીમો, પાકવીમો, સિંચાઇ માટે પાણી, સસ્તા ભાવે ખાતર, ખેડૂતોને શુન્ય ટકા વ્યાજે લોન તેમજ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એમએસપી યોજનાની જાહેરાત કરી. જે અંતર્ગત કૃષિપેદાશોના પડતર મુલ્યોના દોઢ ગણા ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ખેડૂતહિતલક્ષી એવી સૂર્યશક્તિ કિસાન યોજના (સ્કાય) ની જાહેરાત કરી કિસાનોને બચત સાથે વધારાની આવક ઉભી કરવાની તક આપી છે.