૬૫ હજાર જેટલા બેજવાબદાર શિક્ષકોના નામ માસિક પત્રિકામાં જાહેર કરવાનો બોર્ડનો નિર્ણય
ઠોઠ નિશાળીયા કે ઠોક વિદ્યાર્થી તો સાંભળ્યું હતું પરંતુ ઠોઠ શિક્ષક પહેલીવાર સાંભળ્યું હશે. ગુજરાત સરકાર દ્વારા આવા ઠોઠ શિક્ષકોના નામ જાહેર કરવામાં આવનાર છે. જે શિક્ષણ જગતને શર્મસાર કરતા સમાચાર છે. ગુજરાત સરકાર પોતાની માસિક પત્રિકામાં લગભગ ૬૫૦૦ સ્કુલ શિક્ષકોના નામ પ્રકાશિત કરશે. જેમણે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રો તપાસવામાં ભુલો કરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે શિક્ષકોને ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની ઉતરવહીનું મુલ્યાંકન કરવામાં એકથી વધારે ભુલો કરી છે જે આ વર્ષે બોર્ડ પરીક્ષા માર્ચ-એપ્રિલમાં હાજર હતા. શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે કહ્યું કે ગડબડ કરનાર શિક્ષકોના નામ બોર્ડની માસિક પત્રિકા માધ્યમિક શિક્ષણની પરીકશનમાં જાહેર કરવામાં આવશે. જે રાજયની લગભગ ૧૭ હજાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કુલમાં જાય છે. તાજેતરમાં બોર્ડ ધો.૧૦ની પરીક્ષા પત્રમાં પ્રત્યેક ભુલ માટે ૫૦ અને ધો.૧૨માં ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
શાહે કહ્યું લગભગ ૨૫ હજાર સ્કુલ શિક્ષકોમાંથી ૧૦ અને ૧૨ બંને ધોરણની ઉતરવહીનું મુલ્યાંકન કરવા માટે લગભગ ૬૫ હજાર શિક્ષકોએ એકથી વધારે ભુલ કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના માર્ક ઓછા આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષકો પાસેથી જે દંડ એકઠો કરાય છે તે ઉપરાંત હવે પત્રિકામાં તે શિક્ષકોના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અમને વિશ્વાસ છે કે આ પ્રકારની કાર્યવાહી શિક્ષકોને તેમના કામ પ્રત્યે વધુ જવાબદાર બનાવશે.