જેમ-જેમ શ્રાવણ માસ નજદીક આવતો જાય છે તેમ તેમ જુગારીઓમા જુગાર રમવાની થનગનાટ વધતી જાય છે તેવામા આ વષેઁ ધ્રાગધ્રા શહેરમા દર વષઁની જેમ જાહેરમા જુગારની ક્લબો બંધ થઇ ગઇ છે જેનુ કારણ ધ્રાગધ્રા શહેરના સીટી પીઆઇ તરીકે કડક અધિકારી હોવાના લીધે જુગારીઓ પણ શહેરી વિસ્તારમા જુગાર રમતા ડર અનુભવે છે ત્યારે જુગારની ક્લબો ચલાવનાર કેટલાક શખ્સોએ હવે ધ્રાગધ્રા તાલુકાનો વિસ્તાર પસંદ કરી દરરોજ ધ્રાગધ્રા પંથકના વાડી વિસ્તારમા પોતાની ક્લબ શરુ કરાવી છે જેથી કોઇપણ કાળે જુગારની બદી રોકાવાનુ નામ નથી લેતી પરંતુ ધ્રાગધ્રા તાલુકા પોલીસની નિષ્ક્રીયતાના લીધ જ હાલ અનેક ગામોમા જુગારની ક્લબ ધમધમી રહી છે.
ત્યારે ગઇકાલે સાંજના સમયે ધ્રાગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે જુગારની બાતમીના આધારે કોન્સ્ટેબલ ખુમાનસિંહ ડોડીયા, મહિપાલસિંહ, સોયેબ મકરાણી, ધીરુભા સહિતના સ્ટાફે ઇસદ્રા ગામે દરોડો કરતા જુગારીઓમા નાશભાગ મચી જવા પામી હતી જે બાદ જુગાર રમતા સાત શખ્સોને તાલુકા પોલીસે રંગે હાથે ઝડપી પાડી રોકડ ૨૬૪૭૦, સાત જેટલા મોબાઇલ ૧૬૦૦૦ તથા ૩ મોટરસાઇક કિમત ૮૨૦૦૦ રુપિયા થઇ કુલ ૧૨૪૪૭૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ તમામ સાતેય જુગારીઓ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે.
ધ્રાગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે જુગારધામ પર દરોડા દરમિયાન ઝડપાયેલ જુગારીઓના નામ. જેમલ સીંધાભાઇ દાદરેચા રહે:- ઇસદ્રા, અનીલ ગોવીંદભાઇ પરમાર રહે:- ધ્રાગધ્રા, દલપતદાસ જમનાદાસ સાધુ રહે:- ઇસદ્રા, ઇશ્વર ઉકાભાઇ પ્રજાપતિ રહે:- વાવડી, અશોક સવજીભાઇ હારેજા રહે:- ઇસદ્રા, અમૃત કાળુભાઇ દલસાણીયા રહે:- વાવડી, મુનેશ ઉફેઁ મુન્ના ગોવીંદભાઇ ગોઠી રહે વાવડી