તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહીછે બધાના ઘરે તહેવારમાં મીઠાઈ તો બનતી જ હશે તો આજે અમે તમારા માટે કાળા ગુલાબજાંબુની રેસીપી લઈ આવ્યા છીએ તો ચાલો જોઈએ રેસીપી…
સામગ્રી :
દૂધ – ૧ લિટર
એપલ વિનેગર- ૨-૩ ચમચી
રવો -૧ મોટો ચમચો
બેકિંગ પાવડર -૧-૪ ચમચી
માવો – ૪૦૦ ગ્રામ
મેંદો – ૭૫ ગ્રામ
ચારોળી – ૧ ચમચી
કાજુ – ૨ ચમચી
બદામ- ૨ ચમચી
ઇલાયચી પાવડર – ૧-૨ ચમચી
ખાંડ – ૧ ચમચી
બાંધેલ લોટ – ૨
આર્ગેનિક ફૂડ કલર – 1/8 ચમચી
પાણી 500 મિલિટર
ચાંદી- 1 કિલોગ્રામ
રીત :
એક વાસણમાં દૂધ ઉકાળો તેમાં ૧-૨ ચમચી એપલ સિરપ વિનેગર નાખી તેને મિક્સ કરી લો. દૂધ ફાટી જાય પછી તેને એક કપડાં દ્વારા અલગ કરી લો. હવે ત્યાર થયેલ પનીરમાં રવો તેમજ માવો ઉમેરીને તેને ૩-૪ મિનિટ ગૂંથી લોટ ત્યાર કરી લો. હવે ત્યારબાદ ચારોડી કાજુ બદામના ટુકડા કરી ત્યાર લોટમાં નાખી તેમાં ફૂડ કલર નાખીને તેને મિક્સ કરી લો. હવે તેના નાના નાના બોલ્સ ત્યાર કરો
તેમાં ત્યાર કરેલ માવાનું મિશ્રણ ભરો અને ત્યારબાદ તેના પાછા બોલ્સ બનાવો હવે એક તપેલી માં પાણી ગરમ કરો હવે તેમાં ૧ કિલો ખાંડ નાખી ચાસણી ત્યાર કરો. હવે બીજા એક પેનમાં ઘી ગરમ કરી લો અને ત્યારબાદ તેમાં ત્યાર કરેલ બોલ્સ તળી લો. હવે તે બોલ્સને ચાસણીમાં રાખો એક કલાક સુધી ત્યારબાદ તેને ગરમ અથવા ઠંડા પીરસો અને ગાર્નિશ કરો તેને ચાંદી દ્વારા તો ત્યાર છે કાળા ગુલાબજાંબુ…તો ટ્રાય કરો આજે જ ઘરે….