કોંગ્રેસે નવા બનાવેલા પ્રમુખ જાહેર જીવનમાં ભાજપના નેતાઓને ભાગીદાર હોવાથી કાર્યકરોમાં રોષ
પ્રમુખની વરણીથી જુથવાદ પણ બહાર આવ્યો, જુનાગઢ કોંગ્રેસની ઉકળતા ચરુ જેવી સ્થિતિ
જુનાગઢ શહેર કોંગ્રેસમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સતીષ વિરડાને હટાવી નવા પ્રમુખ તરીકે વિનુભાઇ અમીપરાની વરણી કરવામાં આવતા સ્થાનીક કોંગ્રેસ પક્ષમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હતો અમીપરાને પ્રમુખ પદ પરથી નહી હટાવવામાં આવે તો સામુહિક રાજીનામાની પણ ચોકકસ જુથે ચીમકી ઉચ્ચારી છે સાથે નવા નીચાયેલા પ્રમુખ કયારેય જાહેર કાર્યક્રમોમાં કે આંદોલનોત્મક કાર્યક્રમોમાં ન દેખાતા હોવાનો દાવો પણ વિરોધી જુથે કર્યો હતો.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં કોંગ્રેસ પક્ષમાં તાજેતરમાં કેપ્ટન સતીષ વિરડાને પ્રમુખપદેથી હટાવી તેની જગ્યાએ પ્રદેશ તેમજ કેન્દ્રમાંથી વિનુભાઇ અમીપરાની વરણી કરવામાં આવતા સ્થાનીક કોંગ્રેસમાં જોરશોરથી વિરોધનો શુર ઉઠવા પામ્યો હતો સ્થાનીક કોંગ્રેસ પ્રવકતા કાંતિભાઇ બોરડે એક યાદીમાં જણાવ્યું હતું
કે સતીષ વિરડાને બદલે વિનુભાઇ અમીપરાની વરણીથી એંસી બાદ બીજા બસ્સો ઓગણ પચાસ કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દેતા સ્થાનીક કોંગ્રેસમાં ખળભળાટની સ્થીતીનું નિર્માણ થયું છે. આગામી સયમાં કોંગ્રેસના સંગઠનના મહીલા હોદેદારો યુ.એસ. એન.આઇ. ના હોદેદારો બક્ષીપંચ, લીગલ સેલ, એસ.સી.સેલ તમામમાંથી રાજીનામા પડવાની શકયતાઓ સેવાઇ રહી છે.
રાજીનામા આપનાર તમામ કાર્યકરોમાં એક સુર ઉઠવા પામ્યો છે કે આગામી ૨૦૧૯ ની સામાન્ય ચુંટણી માથે આવી રહી છે. ત્યારે પ્રમુખ બદલવા યોગ્ય નથી પ્રમુખ બદલવા માટેની કોઇ સેન્સ લેવામાં આવેલા નથી પ્રમુખ બદલવા માટેની કોઇ સેન્સ લેવામાં આવેલ નથી પ્રભારીઓને પણ પુછવામાં આવી રહેલ નથી સંગઠનને પણ વિશ્ર્વાસમાં લેવામાં આવેલ નથી.
સ્વ. પ્રવીણભાઇ ટાંકના નિધન પછી કેપ્ટન સતીષ વિરડાને ઇન્ચાજર્ન પ્રમુખ બનાવેલ ત્યારપછી રેગ્યુલર પ્રમુખ માટે છ-છ વખત એ આઇ.સી.સી. દિલ્હી અને જીપીસીસી અમદાવાદથી નીરીક્ષકો સેન્સ લેવા માટે આવેલ ત્યારે પછી ૨૬-૮-૧૭ ના રોજ રેગ્યુલર પ્રમુખનો ઓર્ડર થયેલ છે ત્યારે આ સીધી પેરાસુટ નિમણુંકને કોંગ્રેસ શહેર સંગઠનનો એકપણ હોદેદાર કે કાર્યકર સ્વીકારવા તૈયાર નથી આગામી ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં કોંગેસ પણ ની હિત હિત માટે અત્યારે કોઇ ફેરફાર કરવા હિતાવક નથી.