રમકડા, ખાણીપીણી અને હાથતી ચાલતી ચકરડીના કુલ ૨૨૪ પ્લોટ-સ્ટોલ માટે ચાર તબક્કે ડ્રો
આગામી જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહયો છે ત્યારે લોકમેળા સમીતી દ્વારા આવતીકાલે રમકડા, ખાણીપીણી તેમજ નાની અને મધ્યમ હાી ચાલતી ચકરડીના સ્ટોલ-પ્લોટ માટે ચાર તબકકે ડ્રો કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૧લી સપ્ટેમ્બરી શહેરના રેસકોર્સ ખાતે શરૂ નારા જન્માષ્ટમી ગોરસ લોકમેળામાં રમકડા, ખાણીપીણી, મધ્યમ હાથતી ચાલતી ચકરડી અને નાની હાથતી ચાલતી ચકરડી કેટેગરીમાં ડ્રો પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ ૨૨૪ સ્ટોલ-પ્લોટ માટે તંત્ર દ્વારા ચાર તબકકામાં ડ્રોની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં લોકમેળા સમીતીના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર લોકમેળામાં રમકડાના ૧૭૮ સ્ટોલ માટે સવારે ૧૧ વાગ્યે, ખાણીપીણીના ૧૪ સ્ટોલ માટે ૧૧ કલાકે તથા કેટેગરી જે અને કેમાં મધ્યમ તેમજ નાની હાથતી ચાલતી ચકરડી માટેના કુલ ૩૨ પ્લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે ડ્રોની કાર્યવાહી કરવામાં આવશે.