ધારાસભ્ય લલીત વસોયાએ રાજયપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપ્યું આવેદન
ચોમાસા દરમ્યાન ભાદર ૨ ડેમ ઉપર દિવ જેવું વાતાવણ જોવા મળેલ
૧૫ દિવસ પહેલા વરસાદના આગમન બાદ ભાદર ડેમ વિસ્તારમાં વરસાદ પડવાને કારણે ભાદર ૨ ડેમમાં પાણી ની આવક થતા તેમાં કેમિકલ્સ ભળવાને કારણે ફીણના ફુગા થવા લાગેલ અને વાત ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોચી જતા ભાદર ૨ ડેમ ઉપર સહેલાણી ફીણને જોવા ઉમટી પડતા દિવ જેવું વાતાવરણ જોવા મળેલ હતુ.
ભાદર ૨ ડેમ પાણીનો શુ મુદો છે
ભાદર નદીમાં જેતપૂર ડાઈંગ એસો દ્વારા ડાઈંગમાં ઉપયોગ લેવાતા ઝેરી કેમીકલ્સ વાળુ પાળી છોડવાને કારણે આ પાણી ભાદર ૨ ડેમમાં આવતા આખુ પાણી પીવાલાયક રહેતુ નથી તોય હાલમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા લોકોને પીવા માટે પાણી આપવામાં આવે છે.
કેમિકલ્સ યુકત પાણી ભાદર નદીમાં કેમ ભળે છે
જેતપૂર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ દ્વારા રાજય સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને અનેક વખત લેખીત તથા મૌખીક પાણી ન છોડવા ખાત્રી આપેલ પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર ને કારણે કેમિકલ્સ યુકત પાણી ભાદર નદીમાં ભળે છે.
ઉપલેટા-ધોરાજી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ધારાસભ્ય લલીત વસોયાએ મતદારોને વચન આપ્યું હતુ કે ભાદર ડેમ ૨નાં પાણી લોકોને તેમજ ખેડુતોની ખેતીને પીવા લાયક નથી અને ભાદર ૧ ડેમ ખેડૂતો ના સિંચાઈ માટે અનામત રાખવું સહિત વચનોને આપેલ તે મુજબ ધારાસભ્ય લલીત વસોયા સાત માસમાં ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કરવા કટીબધ્ધ બન્યા છે.છેલ્લા એક માસ થયા ભાદર ડેમમાં જેતપૂરનાં ઉદ્યોગપતિઓ અને ડાઈંગો વાળા પુષ્કળ પ્રમાણમાં ઝેરી યુકત કેમીકલ્સ વાળુ પાણી છોડવાને તેને કારણે ચાર તાલુકાના ખેડુતો અને બે તાલુકાની જનતા લોકો જો આપાણી પીવે તો તેને કેન્સર સહિતના રોગો થવાનો સંભવ સેવાઈ રહ્યો છે.
ત્યારે જેતપૂર ડાઈંગ કારખાનાઓ વાળા પાણી ન છોડે તે માટે તેઓ અનેક વખત કલેકટર પાણી પૂરવઠા, પ્રદુષણ નિયંત્રણ કચેરીએ લેખીત મૌખીક જાણ કરવા છતા કોઈ કાર્યવાહી નહી થતા ધારાસભ્ય લલીતભાઈ વસોયા, મોરબીના ધારાસભ્ય લલીત કગથરા, કિશાભાઈ પટેલ, જે.વી.કાકડીયા, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠકોર, શિવાભાઈ ભૂરીયા, ધવલસિંહ ઝાલા, ચંદનજી ઠાકોર સહિતના નવ ધારાસભ્ય ગુજરતાના રાજયપાલ ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી ભાદર ૨ ડેમમાં પ્રદુષણ યુકત ઝેરી પાણી જેતપૂર ડાઈંગ વાળાઓ છોડે છે. તે તાત્કાલીક ધોરણે અટકાવવી એક લાખ લોકો કરતા વધુના જન આરોગ્યને નુકશાન થતુ અટકાવવું જોઈએ.
આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા,કુતિયાણા, માણાવદરની હજારો એકર જમીનને જોઆપાણી પીયત માટે આપવામાંવે તો હાલની ફળદ્રુપજમીન બેચાર વર્ષમાં નકામી બની જાય આને કારણે ખેડુતો બેકારીમાં ધકેલાઈ જશે આ વિસ્તારનાં દુધાળા પશુઓ બહાર જતા રહેશે આને કારણે ગામડાઓ ભાંગી જશે મજૂરોને રોજી રોટી મળવીમુશ્કેલ થશે આ ભાદર ૨ ડેમમાં પ્રદુષણ યુકત પાણીનાં મુદે આગામી ૧૧મીએ પ્રજાના પ્રશ્ન માટે જળ સમાધી લેવાની પોતે જાહેરાત કરી છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રાજયપાલ ઓ.પી.કોહલી તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રૂબરૂ મળી રજૂઆત કરેલ હતી.