સમસ્ત વાળંદ સમાજના સભ્યો માટે પ્રેરણા સમારોહ યોજાયો
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સમસ્ત વાળંદ સમાજ પ્રેરણા સમારોહ ઉપક્રમે શનિવારે મહાનગરપાલિકા કમ્યુનિટી હોલ ખાતે સુખનું સાચું સરનામું વિષય પર રાજકોટના વાળંદ સભ્યો માટે સમસ્ત વાળંદ સમાજ પ્રેરણા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦૦થી વધુ વાળંદ સમાજના સભ્યોએ ઉપસ્થિત રહી સુખી જીવન જીવવા માટેનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ સુખનું સાચું સરનામું વિષય પર પ્રેરક વક્તવ્યનોલાભ આપ્યો હતો. જેમાં તેઓએ શારીરિક, આર્થિક, પારિવારિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુખી કઈ રીતે વાય તે વિષયક માર્ગદર્શન આપ્યું હતું.
વાળંદ સમાજ પ્રેરણા સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બી.એ.પી.એસ. સંસ પરિચય વિડીયો તથા આદર્શ પદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દેખાડવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ શહેરના વાળંદ સમાજના વડીલ આગેવાન અને અગ્રણી હોદેદારોએ ઉપસ્થિત રહીને આ સમારોહને દીપાવ્યો હતો.