કેરોસીન છાંટી મહિલાએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોક
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષીય વૃઘ્ધાએ બિમારીથી કંટાળી આજે પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગંજીવાડા શેરી નં.૧૪માં રહેતા નિર્મબાબેન દેવજીભાઇ સોલંકી નામના ૭ર વર્ષીય કડીયા વૃઘ્ધાએ આજે સવારે કેશોસીન છાંટી પોતાની જાત જલાવી જીવન ટુંકાવ્યું હતું. ઘણા સમયથી બિમાર રહેતા વૃઘ્ધાએ કોઇ ઉકેલ ન આવતા આ પગલુ ભર્યુ હતું ચાર છોકરા અને બે છોકરી સંતાન ધરાવતા વૃઘ્ધ નિર્મળાબેને આજ સવારે પોતાનો દિોકરો ઉઘમાં હોઇ અને બીજું કોઇ ન હોવાથી કેરોસીનનું ડબલુ લઇ પોતાના પર છાંટી આગ ચાપી હતી.
બનાવની જાણ થતાં નિર્મબાબેનને સૃારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ૧૦ વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘણા સમયથી ચાલતી બીમારીને લઇ આ પગલુ ભર્યાનુંઢ પ્રાથમીક તપાસમા બહાર આવ્યું હતું. મૃતદેહને પી.એમ. અર્થે લઇ જઇ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.