પ્રમુખ તરીકે વિજયભાઈ કોરાટની નિમણુંક: હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આપી વિગતો
ગ્રામ્ય વિકાસની ભારત વિકાસના મંત્ર સાથે સમાજને સમરસ બનાવવાનાં લક્ષ્ય માટે સરપંચોનું સંગઠન કાર્યરત રહેશે
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિકાસ અર્થે મોટામવા ગામના સરપંચ વિજયભાઈ કોરાટએ રાજકોટ જીલ્લાના સરપંચોના સંગઠનની સ્થાપના કરી છે.
સંસ્થા-સહકારી સંસ્થા કે રાજકીય પક્ષો કોઈપણ હોઈ તેમાં સુચાણ સંગઠન હોઈ અને તેમાં સુચા વહીવટ હોઈ તો સારી વ્યવસ્થા બને છે. અને સંગઠન થકી જ ગામડાઓ સમૃધ્ધ બને તો સમગ્ર પ્રદેશ સમૃધ્ધ બને અને પ્રદેશ સમૃધ્ધ બને તો રાષ્ટ્ર સમૃધ્ધ બને અને મહાત્મા ગાંધીજીના આ વિચારબીજને કેન્દ્રમાં રાખીને સરપંચો આ સંગઠનની રચના કરવામાં આવી છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા સરપંચ એસો.ના હોદેદારો તેમજ જિલ્લા અગ્રણી અરૂણ નિર્મળ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સરપંચ સંગઠનના પ્રમુખ વિજયભાઈ કોરાટે જણાવ્યું કે સરપંચોના સંગઠન થકી પાયાનું પ્રથમ કાર્ય બધા જ ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક જરૂરીયાતનો સર્વે કરવામાં આવશે. ગ્રામ્યની પાયાની મુળભૂત જરૂરીયાત ઉર્જા, સુરક્ષા, જળ-સંચય, કુષિ, શિક્ષણ, કેળવણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને ગામડાઓને શહેર જેવી સુવિધા ઉપલબ્ધ થાય તેવા પૂરતા પ્રયત્ન કરવામાં આવશે.
ગ્રામ્યજનોને જીવન સ્થળ ઉંચુ આવે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી ગુણવતા યુકત વિજળી યુવાનોને રોજગારી અને સ્વરોજગારી મહિલા બાળ વૃધ્ધો ને સારી તબીબ સારવાર આધુનીક કૃષિ ગામડામાં ઉદ્યોગ સ્થપાય અને ગામડાના સર્વાંગી વિકાસ થકી શહેર તરફનું સ્થળાંતર ઘટે સરપંચોના સંગઠનો દ્વારા લોકોના પ્રશ્ર્નોને વાચા આપવી સરકારી ગ્રાંટ માટે સરકારમાં રજૂઆતો કરવી ગ્રામ્ય વિસ્તારના લોકોને તમામ સરકારી સહાય અને લાભોની જાણકારી આપવી યુવા શકતી તેજસ્વી અને સ્વસ્થ્ય બને તે માટે ૪-૫ ગામ વચ્ચે સરસ ખેલ કુદ અને રમત ગમતનું મેદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.
કૃષિ વિકાસ માટે ગુણવતા યુકત બિયારણ, ખાતર, વિજળી, પાણી તેમજ ખેડુત બજાર જમીન ચકાસણી હેલ્થ કાર્ડ, જળ સિંચન, જળ વિતરણ, ડ્રિપ ઈરીગેશન, ટપક ફુવારા પધ્ધતી અને શિક્ષણ મહિલા સશકતીકરણ સહિત તમામ પ્રશ્ર્નોને સરપંચોના સંગઠનો દ્વારા ગામડાઓ ઉંચી ઉડાન ભરે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.સરપંચોના સંગઠન માટે ખાસ ધ્યાન દોરતા જણાવ્યુંં હતુ કે, આ સરપંચોનું સંગઠન કોઈ રાજકીય સંગઠન નથી. આ સંગઠનમાં જોડાવા માટે કોઈ ધારા ધોરણો રાખવામાં આવ્યા નથી. રાજકોટ જિલ્લાના કોઈપણ ગામના સરપંચો જોડાઈ શકે છે. સંગઠન દ્વારા ગામડાઓનો વિકાસ થાય અને લોકોના પ્રશ્ર્નોને વાંચા આપી લોકોને સુખાકારી મળી રહે તે જ મુખ્ય ઉદેશ્ય છે.
રાજકોટ ગ્રામ્ય સરપંચ સંગઠનમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ વિજયભાઈ કોરાટ, મહામંત્રી ભરતભાઈ ડાભી, સંગઠન મહામંત્રી અમીતભાઈ પડારીયા, ઉપપ્રમુખ ધીરૂભાઈ રામાણી, રમેશભાઈ ખાંટ, સહદેવસિંહ જાડેજા, રાજુભાઈ રૈયાણી, સંજયભાઈ અમરેલીયા, મંત્રી રમેશભાઈ મકાતી, વલ્લભભાઈ મેતલીયા, પરેશભાઈ રાદડીયા, અરવિંદભાઈ ગુજરાતી, દિનેષભાઈ દુધાગરા, ચેતનભાઈ અમૂતીયા કોષાધ્યક્ષ, જયસુખભાઈ બગડા કારોબારી સભ્ય, કાનાભાઈ સુવા, કેયુરભાઈ ઢોલરીયા, દેવભાઈ કોરડીયા, દેવભાઈ કોરડીયા, વિજયસિંહ વાળા, અશોકભાઈ ઉંઘાડ, વિપૂલભાઈ મોરડ, બાવજીભાઈ પાઘડાર, કિરીટભાઈ રામાણી, દિનેષભાઈ સિદપરા, નિલેષભાઈ તળપદાની વરણી કરાઈ છે.