જરૂરીયાત મંદ દર્દીઓને દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું: બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, ડો. દર્શીતાબેન શાહની આગેવાનીમાં ભારતીય જનતાપાર્ટી મહિલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સાથ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઈ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા શહેરની સરોજીની નાયડુ હોસ્પિટલ વોર્ડ નં. ૧૩ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ
આ તકે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મોહનભાઈ કુંડારીયા, જીતુ કોઠારી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, અશ્ર્વીન મોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ફીઝીશ્યન ડો. જયેશ પંડયા, ડો. હર્ષીલ શાહ, ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રતીક ભાડજા, ડો. ભૂમિકા પંડયા, ઓથોપેડીક ડો. માટીન લાખાણી, ડો. નચીકેત પરીખ, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. જયેશ રાજયગૂરૂ દ્વારા તદન નિ:શુલ્ક નિદાન કેમ્પ તેમજ સારવાર તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાંવી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જીતુભાઈ કોઠારીએ સ્વાગત પ્રવચન નયનાબેન પેઢડીયાએ કરેલ હતુ.