રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે તબીબો દ્વારા પેટનો દુ:ખાવો સગર્ભામહિલાઓ અને પથરીની સમસ્યાને લગતા દર્દો માટે સોનોગ્રાફી તપાસ લખી આપવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષથી સોનોગ્રાફીની તપાસ માટે સીવીલમાં ૩૦ રૂ. લેવામાં આવતા હતા.
પરંતુ દર્દીઓ પાસે રીક્ષા ભાડાના પણ પૈસા ન હોય ત્યારે આવી તપાસના ૩૦ રૂ. પણ તેમને પરવડતા ન હતા જેને પગલે હવે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સોનોગ્રાફીની તપાસ વિનામૂલ્યે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સીવીલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના રૂમ નં. ૬ના સોનોગ્રાફીની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. તેવું સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતાએ જણાવ્યું હતુ.