એક લાખની હત્યા અને જયારે બીજી લાશ આત્મહત્યા હોવાનું પોલીસનું તારણ
જૂનાગઢ ગઈકાલે ગીરનાર જંગલ વિસ્તારમાં પરીક્રમા રૂટ પરથી એક લાશ મળી આવી હતી જયારે જટાશંકરના જંગલ વિસ્તારમાંથી વધુ એક લાશ મળતા ભવનાથ પોલીસ રીતસર દોડતી થઈ હતી અને શહેરભરમાં પણ આ વાતોને લઈ ચકચાર જામ્યો હતો પરીક્રમા રૂટ પરથી મળેલી લાશ કોઈ અજાણ્યા યુવાનની હત્યા થઈ હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું હતુ જયારે જટાશંકરના જંગલમાંથી મળેલી લાશ ઝેરી ટીકડાથી આત્મહત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યુંં હતુ.
આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ભવનાથ પોલીસને માહિતીમળી કે ભવનાથના પરીક્રમા રૂટ પર કોથળામાં લાશ હોવાની માહિતીના પગલે ભવનાથ પોલીસ ચોકીના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વધુ તપાસ આરંભતા કોથળામાંથી કોહવાઈ ગયલે લાશ મળી આવી હતી લાશ ઘણા દિવસોથી આ રીતે પડી હોવાના કારણે મૃતદેહ અત્યંત કોહવાઈ ગયો હોવાના કારણે પોલીસ માટે મૃતકની ઓળખ મેળવવા મુશ્કેલ બની હતી પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને જામનગર પી એમ માટે રવાના કરી હતી મૃતકની હત્યા કરી લાશ અહી ફેંકી હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું હતુ વધુ વિગતો મૃતકની ઓળખ બાદ જ મળી શકવાના પોલીસને અણસાર મળ્યા હતા.
કયારે બીજી એક લાશ જટાશંકર માંડાભાઈ વાળાની હોવાનું પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતુ આ મૃતકે કેન્સરની બીમારીથી કંટાળીરને ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું પ્રાથમિક તારણ લગાવાયું હતુ શનિવાર રાત્રીનાં બનલે આ ઘયનામાં પોલીસે જરૂરી કાગળોની કાર્યવાહી કરી લાશને પીએમમાં મોકલી વધુ તપાસનો દોર આરંભયો હતો ઘટનાના પગલે રવિવાર સવારના સમયે પોલીસેની દોડધામ વચ્ચે પ્રવાસીઓના ઘસારાએ પણ અજંપા ભરી શાંતી અનુભવ લીધો હતો. સાથે સાથે શહેરભરમાં આ અંગેની ચર્ચાઓએ ચકચાર સાથે જોર પકડયુંં હતુ.