જમ્મુ-કાશ્મીરમાં કમલ 35A વિશેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 27 ઓગસ્ટ સુધી પાછળ ઠેલવામાં આવી છે. ભાગલાવાદીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધના એલાન દરમિયાન આજે સુપ્રીમ કોર્ટ કલમ 35Aને પડકાર આપતી અરજી ઉપર સુનાવણી કરવાની હતી. નોંધનીય છે કે, કલમ 35Aના મુદ્દા પર સુનાવણી દરમિયાન ભાગલાવાદીઓએ બે દિવસના બંધની જાહેરાત કરી છે. આજે તેનો બીજો દિવસ છે.
Supreme Court adjourns hearing petitions challenging the validity of Article 35A which empowers J&K state’s legislature to define ‘permanent residents’ of the state and provide special rights to them. SC to hear the matter on August 27. pic.twitter.com/gIvVe0BGnn
— ANI (@ANI) August 6, 2018
ભાગલાવાદીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ રેલી અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેના કારણે અમરનાથ યાત્રાપણ સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યના રામબન, ડોડા અને કિશ્તવાડાથી કલમ 35Aના સમર્થનમાં આંશિક હડતાલ અને શાંતિપૂર્ણ રેલી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ કલમ 35Aને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હોવાથી તેના વિરુદ્ધ બે દિવસની હડતાલની જાહેર કરી છે.