જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરાઈ
સોમનાથ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત મિશન મંગલમ યોજનાનો લાભ લઈ સ્વાવલંબી થયેલ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનુ બહુમાન કરાયુ
હતું.
ઉનાના સોલંકી દેના બેન, વેરાવળના સુમરા ઝરિનાબેન, તાલાળાના ગૌસ્વામી હંસાબેન, કોડીનારના રાઠોડ જયાબેન, ગીરગઢડાના ચૌહાણ શાંતુબેન અને સુત્રાપાડાના નિર્મલાબેન વણકરનું જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, વેરાવળ નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઈલાબેન ગોહીલ, ચીફ ઓફિસર જતીન મહેતા, અગ્રણી ડાયાભાઈ જાલંધરાના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મિશન મંગલમ યોજના હેઠળ ઉના, કોડીનાર, સુત્રાપાડા અને તાલાળા તાલુકાનાં સ્વસહાય જુથો અને ગ્રામ સંગઠનોને રિવોલ્વીંગ ફંડ અને કેશ ક્રેડિટ માટે રૂા.૩૮.૮૪ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એન.આર.એલ. એમ.યોજના તળે તાલીમ પામેલ બહેનોને નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, કારોબારી ચેરમેન રાજેશ ગઢીયા, નગરપાલકા પક્ષના નેતા રમેશ ભટ્ટ, નગરપાલીકાના સદસ્યો હેમીબેન જેઠવા, નિર્મલાબેન બાદલશાહ, દિપીકાબેન કોટીયા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એમ.જી.વારસુર, પ્રોફેસર જીવાભાઈ વાળાના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તકે મહાનુભાવોએ રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી સાથે તેનો મહતમ લાભ લેવા જણાવાયુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા મિશન મંગલમના પ્રોજેકટ કો-ઓડીનેટર પુનીતા ઓઝા, હિતેષ રાઠોડ, નગરપાલીકાના જયદિપસિંહ ઝાલા તથા ગ્રામ વિકાસ વિભાગના કર્મચારીઓ સહયોગી થયા હતા