આજના આ આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસની સાથે સાથે તેની રોજીંદા જીવનમાં ઉપયોગીતા વિશેની જાગૃતતા તેટલી જ આવશ્યક છે. ટ્રાફીક એજયુકેશન પણ તેટલું જ આવશ્યક છે.
પતંજલી સ્કુલ્સમાં વિઘાર્થીઓમાં ટ્રાફીક વિશે વિશેષ જાગૃતતા કેળવાય તે સંદર્ભે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તકે અતિથિ વિશેષ ડીસીપી રાજકોટ ખત્રી, આર.ટી.ઓ. રાજકોટ ડી.એમ. મોજીદ્રા આર.ટી.ઓ સીનીઅર ઇન્સ્પે. જે.વી. શાહ, ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેડ આરએમસી કમલેશભા ગોહિલ ઉ૫સ્થિત રહેને વિઘાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.
ખત્રીએ વિઘાર્થીઓને ટ્રાફીકને કારણે થતી ક્ષતિઓનું નિવારણ કરવા માટે નાની નાની પણ ખુબ જ મહત્વની બાબતો વિઘાર્થીઓને જણાવેલ દર વર્ષે આપણા દેશમાં વાહન અકસ્માતથી લગભગ ૧.૪૦ લાખ લોકોના મૃત્યુ થાય છે. જે આપણી ટ્રાફીકની શિસ્તના કારણે નિવારી શકાય છે.