ખેડૂત હિતરક્ષક સમિતિનાં પાલભાઈ આંબલીયા અને એડવોકેટ ગીરધરભાઈ વાઘેલાએ જમીન રિ-સર્વેમાં ખેડૂતોને અન્યાય યાનો ચિત્તાર આપ્યો
રાજયના ૧૮૦૪૭ ગામોમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન અને પ્રમોલગેશનની કામગીરી અત્યંત ભૂલ ભરેલી હોવાની સાથે સાથે ખાનગી એજન્સીઓને કમાણી કરી આપવા માટે જ સરકારે આ કરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા કરી જમીન આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર રાજયના કુલ દેવા જેટલો હોવાનું આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જમીન માપણી પ્રમોલગેશનમાં રહેલી ક્ષતિઓ અંગે લડત ચલાવવામાં આવી રહી છે. જેમાં આરટીઆઈ એકટી લડત આપવાની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈ કરવા સુધીના પગલા લેવામાં આવ્યા હોવાનું જણાવી કમીટીના પ્રમુખ પાલભાઈ આંબલીયા અને એડવોકેટ ગીરધરભાઈ વાઘેલાએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજયના ૧,૨૦,૦૦૦ સર્વે નંબરોની જમીન માપણી કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત કુલ ૧૮૦૪૭ ગામો પૈકી ૧૮૦૧૩ ગામોમાં સર્વે પુરો કરી લેવાયો છે અને ૧૨૧૦૨ ગામોમાં તો પ્રમોલગેશન પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. છતાં ખેડૂતોના પ્રશ્ર્નો દૂર ન તા અંતે રાજય સરકારને ભૂલ ભરેલો હોવાનું કબુલ કરી ફરીી સર્વે કરાવવાની નોબત આવી છે.
વધુમાં ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉમદા હેતુી જમીનનો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ નીતિ-નિયમો અને જોગવાઈઓને કોરણે મુકી દઈ દરેક જમીનોના પૂર્વે ગ્રામ સભા બોલાવી, ખેડૂતની હાજરીમાં સર્વે કરવો જેવી તમામ બાબતોનો છેદ ઉડાવી સમગ્ર રાજયમાં ૧,૭૦,૦૦૦ રેફરન્સ પોઈન્ટ ઉભા કરી આ રેફરન્સ પોઈન્ટ કે બેચમાર્ક પથ્ર ખોડેલા હોય ત્યાંથી જમીન માપવાને બદલે મનઘડત રીતે જમીન માપણી થઈ હોવાનો આરોપ લગાવાયો હતો.
વધુમાં ખેડૂત હિતરક્ષક સમિતિના એડવોકેટ ગિરધરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, જમીનના મોટાભાગની ખરાબાઓની જમીન તેમજ ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે અને ધ્રોલ તાલુકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ખૂદ ધ્રોલ પ્રાંત અધિકારી દ્વારા ધ્રોલ તાલુકામાં ૯૫ ટકા જમીન માપણી ખોટી હોવાનો રિપોર્ટ કર્યો છે અને સરકાર દ્વારા આવા કંઈક કેટલાય રિપોર્ટ દબાવી દઈ જમીન માપણીમાં થયેલી ભૂલો દબાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
વધુમાં બન્ને આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જમીનની માપણી ભુલ ભરેલ હોવા છતાં ખાનગી એજન્સીને ૨૬૨ કરોડની રકમના ચૂકવણા કરી દેવાયા છે અને હજુ પણ તપાસ કરવામાં આવે તો ગુજરાતના કુલ દેવા જેટલી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.