પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું નવું મકાન ૨.૬૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, તેમાં વિજ્ઞાન પ્રવાહ માટે જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની અદ્યતન પ્રયોગ શાળા, કમ્પ્યુટર પ્રયોગશાળા, ઓડિયો વિઝયુઅલ ‚મ, પુસ્તકાલય તેમજ ર્પ્રાનાખંડ તેમજ ૧૦ વર્ગખંડો સામેલ છે, તેનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા લોકાર્પણ યેલ છે.
ગુ‚પૂર્ણિમાના પાવન દિવસે શાળા પરિવાર દ્વારા “સત્યનારાયણ કા તેમજ ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ. ગાયત્રીયજ્ઞમાં પૂજન માટે શાળાના શિક્ષક એન.એ.ભૂત તેમજ સિનીયર કલાર્ક વી.એ.કોરડીયા યજમાન પદે હતા. તેમજ સત્યનારાયણ કામાં પૂજન માટે શાળાના આચાર્ય ડો.તુષારભાઈ એસ.પંડ્યા બેઠા હતા.
શાળાના સ્ટાફ પરિવાર દ્વારા વિર્દ્યાીઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મા.ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલિયા, અંજનાબેન મોરઝરિયા, દક્ષાબેન ભેસાણીયા, રવિન્દ્રસિંહ ચુડાસમા તેમજ વોર્ડના કોર્પોરેટરો વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠિયા તેમજ નીલેશભાઈ જલુ હાજર રહ્યાં હતા.
મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના આચાર્યો ડો.સોનલબેન ફળદુ, એ.ડી.પાઠક, એચ.આર.ચાવડા, વી.પી.ગાજીપરા અને હંસાબેન આહ્યા હાજર રહયાં હતા.