વલ્લભભાઈ પરમાર રાજકોટના જાણીતા ચિત્રકાર છે. તેમને વર્ષ ૨૦૧૮-૧૯નો ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર તેમની કલાની પ્રસંશનીય કામગીરી માટે ઈન્ડીયાબુક ઓફ રેકોર્ડઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા એનાયત કરવામા આવેલ છે. તેમણે નિર્ણાયક તરીકે, સેમીનાર, વર્કશોપ, વેકેશન વર્કશોક અને બાલભવન તેમજ ધણી શાળા, કોલેજ અને સરકારી સંસ્થાઓમાં સેવા આપી છે.
તેઓએ અત્યાર સુધીમાં ૬ નેશનલ એવોર્ડ, ૧૦ સ્ટેટ એવોર્ડ અને બીજા ઘણા પ્રમાણપત્રો અને સ્મૃતિચિહનો મળેલ છે. ૧૦થી વધુ વનમેન શો કરેલા છે.
ગોલ્ડ મેડલ તેમણે કરેલા મોરના ૨૦૦૦થી વધારે કરેલા ચિત્રો માટે મળેલ છે. આ ચિત્રોમાં રેખાંકન, છાયા પ્રકાશ, કોલઝ, હસ્તકલા, હેન્ડીક્રાફટ, વેસ્ટમાંથી બેસ્ટ, પેપર કટીંગ, સ્ટેનશીલ, ગીફટ આર્ટીકલ્સનો સમાવેશ થાય છે.
વલ્લભભાઈ શિક્ષણની નોકરીમાંથી નિવૃત થયા પણ કલામાં ખૂબજ પ્રવૃત્તિશીલ છે. અત્યારે તેમની પાસે ૩૮૦૦થી વધારે મોરના ચિત્રો છે. આ સંખ્યા ૪૦૦૦થી ૫૦૦૦ સુધી પહોચાહી ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ નોંધાવવાની ઈચ્છા કરી છે.