સોમવારે અને મંગળવારે શહેરના વોર્ડોમાં કાર્યકર્તાઓની સમીક્ષા બેઠક યોજાશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ દ્વારા જણાવાયું છે કે, આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજયમાં લોકસભા બેઠકના નવનિયુકત પ્રભારીઓ દ્વારા લોકસભા બેઠકવાઈઝ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજાનાર છે
તે અંતર્ગત રાજકોટ મહાનગર લોકસભા બેઠકના પ્રભારી રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઈ અમીન, શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપ અગ્રણી હીરાભાઈ સોલંકી, અમીબેન પરીખ તથા પ્રદિપભાઈ ખીમાણી દ્વારા અને સ્થાનિક સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરના ૧ થી ૧૮ વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તા.૬/૮ને સોમવાર તથા ૭/૮ને મંગળવારના રોજ બે દિવસ સુધી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. આ અંતર્ગત વધુ માહિતી આપતા કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા-૬૮,૬૯,૭૦ તથા ૭૧ પાર્ટમાં આવતા વોર્ડ વાઈઝ તબકકાવાર એટલે કે એક વોર્ડ સાથે એક કલાક વોર્ડની તમામ માહિતીઓની સમીક્ષા કરાશે. સોમવારે વોર્ડ નં.૧ થી ૯ અને મંગળવારના રોજ વોર્ડ નં.૧૦ થી ૧૮ના કાર્યકરો સાથે બેઠક યોજાશે.