અંતે સરકારે સોશિયલ મીડિયા હબ બનાવવાની જીદ છોડી
વૈશ્વિક સ્તરે ફેસબુક સમાચાર ઉઘોગને મદદ કરવા માટે ૩૦.૯ કરોડના રોકાણ કરશે સોશિયલ મિડીયા જાયન્ટે જણાવ્યું હતું કે વર્ષના બીજા કવોટરમાં કંપનીને ૩૪,૩૦૦ કરોડનો નફો થયો છે. માટે તેઓ ત્રણ મહિનાના પાયલોટ પ્રોજેકટથી ૩૦ કરોડના ખર્ચે ન્યુઝ એજન્સીઓને મેમ્બરશીપ મોડેલ બનાવી આપશે.
ફેસબુકમાં ન્યુઝ ગ્લોબલ હેડ કેમ્પબેલ બ્રાઉને જણાવ્યું હતું કે અમે પાયલોટ પ્રોગ્રામમાં મેટ્રોલ ન્યુઝ પબ્લીશરોને મદદરુપ થઇ કાર્ય કરીશું. તાજેતરમાં જ ફેસબુકે જાહેર કર્યુ હતું કે ફેસબુક માત્ર ટાઇમ પાસ અને મનોરંજનનું સાધન બનતા માંગતું નથી. પણ ફેસબુક સમાચારો, સમાજ ઉપયોગી કાર્યક્રમો પણ ચલાવશે. ગત વર્ષે ન્યુઝમેચે નોન પ્રોફિટ જર્નાલીઝમની શરુઆત કર હતી. ફેસબુક મેમ્બરશીપ નોન પ્રોફિટ સંસ્થાઓ, લોકલ, અને સ્વતંત્ર પબ્લીશરોને ફળશે. ગુરુવારે ફેસબુકે જાહેર કર્યુ હતું કે તેઓ ચેન્નઇની એશિયલ સ્કુલ ઓફ જર્નાલીઝમ સાથે સૌથી પહેલી ભાગીદારી કરી રહ્યું છે.
થોડા દિવસ પહેલા સરકારે લોકસભામાંથી એક નાણાંકીય સુધારા બીલને પરત લેવાનું નકકી કયુસ હતું. હવે સુપ્રીમ કોર્ટમાં પણ સરકારે પાછીપાની કરી છે અને સોશિયલ મીડીયા હબ નામના પ્રોજેકટને પાછો ખેંચ્યો છે. સોશિયલ મીડીયા હબ દ્વારા જાસુસી રાજ આવશે તેવી ભીતી હતી જેના પગલે સરકારે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં આ પગલે પડકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની આગેવાનીમાં ગઠીત બેઠકે સરકાર વતી જણાવ્યું હતું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન પરત લેવાયું છે.
સુપ્રિમ કોર્ટે બાદમાં સરકારના જવાબને માન્યતા આપી હતી અને પીટીશનનો નિકાલ કર્યો હતો.