એસબીઆઇના ગ્રાહકોને ડિજિટલ વ્યવહારો અને ડિવાઇઝ સોલ્યુશનમાં વેગ આપશે

જીયો પેમેન્ટસ બેંક કાર્યરત થયા પછી જિયો અને એસબીઆઇએ તેમના ગ્રાહકો માટે વિશિષ્ટ ડીજીટલ બેકીંગ, પેમેન્ટ અને વાણિજિયક સફર સાથે અત્યાધુનિક સરળ દ્વિપક્ષીય અનુભવ પ્રદાન કરશે.

જિયો અને એસબીઆઇએ ડિજીટલ પાર્ટનરશીપ કરી છે. એસબીઆઇ યોનો પરિવર્તનકારક ઓમ્નિ ચેનલ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને ડીજીટલ બેકીંગ, કોમર્સ અને ફાઇનાન્શિયલ સુપરસ્ટોર ઓફર કરે છે. યોનાની ડીજીટલ બેકીંગની ખાસિયતો અને સોલ્યુશન માયજિયો પ્લેટફોર્મ મારફતે ઉપલબ્ધ થશે તેમજ ગ્રાહકને સતત, સરળ, સંકલિત અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. ભારતની સૌથી મોટી ઓવર-ધ-ટોપ મોબાઇલ એપ્લિકેશન માયજિયો હવે એસબીઆઇ અને જિયો પેમેન્ટ બેંકની નાણાકીય સેવાની ક્ષમતા પ્રદાન કરશે.

જિયો પ્રાઇમ રિલાયન્સ રિટેલ જિયો, પાર્ટનર બ્રાન્ડ અને વેપારીઓ સાથે વિશિષ્ટ ડિલ ઓફર કરશે. ઉપરાંત એસબીઆઇ રિવાર્ડઝ અને જિયો પ્રાઇમ વચ્ચે સંકલન સાધીને એસબીઆઇના ગ્રાહકો વધારાની લોયલ્ટી રિવોર્ડ મેળવવાની તકો પ્રદાન કરશે.

એસબીઆઇ નેટવર્ક ડિઝાઇન કરવા અને પ્રદાન કરવા તેમજ કનેકિટવીટી સોલ્યુશન માટે પોતાના પ્રેફડ ર પાર્ટનર્સમાંના એક જિયોને સામેલ કરશે. જિયોનું શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઉચ્ચ ગુણવતાયુકત નેટવર્ક એસબીઆઇને વીડીયો બેકીંગ અને અન્ય ઓન-ડિમાન્ડ સેવાઓ જેવી ગ્રાહક કેન્દ્રીત સેવાઓ લોચ કરશે. ઉપરાંત એસબીઆઇના ગ્રાહકો માટે વિશેષ ઓફર પર જિયો ફોન ઉપલબ્ધ થશે.

આ પાર્ટનરશીપ પર એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, ડિજીટલ બેકીંગમાં લીડરશીપ સાથે ભારતની સૌથી મોટી બેંક તરીકે અમને વિશ્ર્વનાં સૌથી મોટા નેટવર્ક જિયો સાથે જોડાણ કરવાની ખુશી છે. સહકારના તમામ ક્ષેત્રો પારસ્પિક લાભદાયક છે જે એસબીઆઇના ગ્રાહકો માટે ડીજીટલ સેવામાં વધારો કરશે તથા ગ્રાહકોને શ્રેષ્ઠ અને લાભદાયક અનુભવ પ્રદાન કરાશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ચેરમેન મુકેશ ડી.અંબાણીએ કહ્યું હતું કે એસબીઆઇના ગ્રાહકોની સંખ્યાનો આધાર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છે. જિયો રિટેલ ઇકોસિસ્ટમમાં પોતાના શ્રેષ્ઠ નેટવર્ક અને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એસબીઆઇ અને  જીયોના ગ્રાહકોને તમામ જરુરીયાતો પુરી પડાવા ડીજીટલ ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારવા કટીબઘ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.