મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ સમગ્ર ગુજરાતના બધા જીલ્લાના ગામડામાં તળાવ ઉંડા ઉતારવાનું કામ કર્યુ હતું. અને સૌરાષ્ટ્રમાં પડેલ વરસાદથી ભરપુર જળનો સ્ત્રોત આવેલ જે માટેના જળપૂજન કરવાના કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા તેમજ સમગ્ર જળ પૂજન કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયભાઇ કોરાટ તથા સહ-ઇન્ચાર્જ બીપીનભાઇ રેલીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ઢાંઢણી, ઢાંઢીયા, લીલી સાજડીયાળી, અણીયારા, સરધાર મુકામે રાજકોટ જીલ્લા ભાજપના કારોબારી સભ્ય દશરથસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ધીરેનભાઇ સંખાવરાની આગેવાની હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી જળ પૂજનની વિધિ સં૫ન્ન કરવામાં આવી હતી.
જેમાં લોધિકા તાલુકાના કાંગશીયાળી, ગામના જળપૂજનના કાર્યક્રમમાં આગેવાન કાર્યકર્તા નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ અન્ય ગ્રામ્ય આગેવાનો તથા કોટડા સાંગાણી તાલુકાનું શાપર, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, ગોંડલ તા.પં.ના સભ્ય નિખિલભાઇ કાથરોટીયા, ગોંડલ ભાજપ અગ્રણી યોગેશભાઇ કયાડા, ગોમટાના સરપંચ, જેતપુર તાલુકાનું વિરપુરના જળપૂજનના કાર્યક્રમમાં જેતપુર તાલુકા ભાજપ મહામંત્રી વેલજીભાઇ સરવૈયા, દીપકભાઇ ગાજીપરા, દિનેશભાઇ વઘાસીયા, જીલ્લા કારોબારી સભ્ય રમેશભાઇ કોઠારી ઢાંઢણી ગામે જળપૂજનના કાર્યક્રમમાં વિજયભાઇ પરમાર ઢાંઢિયા ગામે સરપંચ બોળીયા, લીલીસાજડીયાળી ગામે કિરિટભાઇ રામણી, અણીયારા ગામે સંજયભાઇ અજાણી, સરધાર ગામે જીવરાજભાઇ રાદડિયાના હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ ચેકડેમ અને તળાવોનું વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી પૂજન રવિભાઇ જોશી અને હેતભાઇ પંડ્યા દ્વારા કરાવ્યું હતું આ તકે ગામના સ્થાનિક જીલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Trending
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન