મેડિકલ સ્ટોર્સનું હંસીકાબેન મણીઆરનાં હસ્તે ઉદઘાટન કરાશે: ૩૦ થી ૯૦ ટકા જેટલી ઓછી કિંમતે મળશે જેનેરીક દવાઓ
જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડારના ઉપક્રમે અપના બજાર મેડીસિન્સ દ્વારા જન આરોગ્ય સ્વસ્થ રહે તે હેતુથી લોકોને ઉચ્ચ ગુણવતા વાળી જેનેરીક દવાઓ ખૂબજ ઓછી કિંમતે નિયમિત રીતે મળે તેવા ઉમદા ધ્યેય સાથે દવા ઈન્ડીયા જેનેરીક ફાર્મસીના મેડીકલ સ્ટોર્સનો મંગલ પ્રારંભ આર્શિવાદ હંસિકા બહેન અરવિંદભાઈ મણીઆરનાં હસ્તે રવિવારે આનંદનગર કોલોની દુકાન નં.૧૫ જ્ઞાનગંગા ચોક પુષ્પાબેન પંડયા માર્ગ ખાતે થશે જે અંગે વિગત આપવા ડિરેકટર્સ મહેશભાઈ કોટક અને વિક્રમસિંહ પરમારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દવા ઈન્ડયા જેનેરીક ફાર્મસી દ્વારા ૧૦૦૦ કરતા વધારે દવાઓ બજાર કિંમત કરતા ૩૦% થી ૯૦% સુધી ઓછી કિમંતે ગ્રાહકો ને મળે તેવું આયોજન અપના બજાર મેડીસીન્સ દ્વારા કરવામાં આવેલ છે.આ દવાઓમાં ન્યુટ્રાશ્યુટીકલ, આયુર્વેદીક કોસ્મેટીક, વેલનેસ સર્જીકલ તથા કેન્સરની સારવાર ને લગતી તમામ પ્રોડકટસનો સમાવેશ થાય છે.જેનેરીક દવા લોકોને નિયમિત ઓછા ભાવે મળે તે હેતુથી સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ વાઈસ ચેરમેન પંકજભાઈ દેશાઈ, ડિરેકટરો નટુભાઈ ચાવડા, ડો. હર્ષદભાઈ પંડિત, ફુલાભાઈ શિંગાળા, અરવિંદભાઈ સોજીત્રા, જયંતભાઈ ધોળકીયા, મહેશભાઈ કોટક, વિક્રમસિંહ પરમાર, દિપકભાઈ ચાવડા તથા મહિલા ડિરેકટરો નૈનાબેન મકવાણા, જીજ્ઞાબેન એચ. પટેલ વહીવટી અધિકારી ક્ષીતીજભાઈ ગોરસીયા, આસી. મેનેજર કમલેશભાઈ એન. ગજજર, ગેસ ઈન્ચાર્જ કમલેશભાઈ ભટ્ટ તથા મેડીકલ સ્ટોર્સ ઈન્ચાર્જ મીરાબેન એ. ધાનાણી સહિતના જહેમત ઉઠાવી રહેલ છે