ટંકારા પોલીસે ૧૦૮૭૫ ની રોકડ જપ્ત કરી
ટંકારા : ટંકારાના નસીતપર ગામે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા નવ શખસોને રૂપિયા ૧૦૮૭૫ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે ગઈકાલે રાત્રીના પ્રોહી, જુગારની બદી નાબૂદ કરવા હાથ ધરેલી કાર્યવાહી નસીતપર ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતિનો જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો.
જુગારના આ દરોડામાં (૧) ફરીદભાઇ આદમભાઇ ચૌહાણ (ર) જેન્તીભાઇ મોહનભાઇ ગઢાણીયા (૩ ) કમલેશભાઇ કેશુભાઇ ચાવડા (૪) જેન્તીભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ (૫) અમીનભાઇ આદમભાઇ ચૌહાણ (૬) ઇબ્રાહીમભાઇ રહિમભાઇ સોઢા (૭) સલીમભાઇ આમદભાઇ સોઢા (૮) જેન્તીભાઇ જેઠાભાઇ ચાવડા (૯) રમેશભાઇ નથુભાઇ ડાભી રહે. બધા નસીતપર વાળાઓના પાસેથી રોકડા રૂપીયા ૧૦,૮૭૫ તથા મોબાઇલફોન નંગ ૭ કિ.રૂ. ૮૦૦૦ મળીકુલ રૂપીયા ૧૮,૮૭પ ના મુદામાલ સાથે તમામ આરોપીઓને પકડી પાડી ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.
જુગાર દરોડાની આ સફળ કામગીરી પો.હેડ.કોન્સ.પ્રફુલભાઇ જેઠાભાઇ પો.કોન્સ.વિક્રમભાઇ લાભુભાઇ, પો.કોન્સ. વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ તથા ચકુભાઇ દેવશીભાઇ સાહિતનાઓએ કરી હતી.