જિલ્લાભરમાં નાકાબંધી છતા સવાર સુધી લૂંટના આરોપીનો કોઈ અતોપતો નથી
જસદણમાં ગત ગૂરૂવારની રાત્રીએ પટેલ મહેન્દ્રભાઈ અરવિંદભાઈ એન્ડ કંપનીના એક કર્મચારી અને પી શૈલેષ એન્ટરપ્રાઈઝના એક કર્મચારીને કોઈ અજાણ્યા કાર ચાલકે જસદણથી ચારકિલોમીટર દૂર આવેલ આટકોટ રોડ હાઈવે પર હડફેટે લઈ રૂ.૨.૭૦ લાખ રોકડા તથા હિરાના ૩૩ પેકેટ કિ. રૂ. ૯.૬૦ લાખ મળી કુલ મુદામાલ રૂ.૧૨.૩૦ લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા તેમણે તાત્કાલીક નાકાબંધી કરી હતી. પરંતુ આરોપીઓનો સવાર સુધીમાં કોઈ પત્તો મળ્યો નહતો.
પણ આ બાબતની ફરિયાદ આંગડીયા પેઢીના ભાગીદાર રાજેન્દ્રસિંહએ ફરિયાદ કરી છે આ અંગેની વિગત એવી છેકે જસદણના ગાયત્રી મંદિરની સામે જ પટેલ મહેન્દ્રભાઈ અરવિંદભાઈની આંગડીયા પેઢી આવેલી છે. ત્યાં પાસે જ ડાયમંડ માર્કેટ હોય તેથી દરરોજ કરોડોના હિરા અને રોકડની અવર જવર થાય છે. અને લૂંટનો ભોગ બનનાર આંગડીયા પેઢી નજીક જ બે અન્ય આંગડીયા પેઢી છે.
મહેન્દ્રભાઈ પેઢીને ગૂરૂવારે દિવસભર આંગડીયા આવેલા જેમાં રોકડા ૨.૭૦ લાખ અને ૩૩ હિરાના પેકેટ રૂ. ૯.૬૦ લાખ આવેલા તે દરરોજ રાબેતા મુજબ તેમનો કર્મચારી થેલામાં પેક કરી ઢસા લઈ જાય તે ગૂરૂવારે રાત્રીનાં આઠ વાગ્યે પેઢીના આજે જ અમદાવાદથી આવેલ અમીત નામનો કર્મચારી થેલો લઈ આંગડીયા પેઢીથી રવાના થયો હતો. અને બાજુમાં જ આવેલ પી.શૈલેષ એન્ટર પ્રાઈઝનો રઘુભાઈ નામનો કર્મચારી બાઈક લઈ બંને આટકોટ જતા ત્યારે અંદાજે ૮.૩૦ કલાકે આટકોટરોડ પર આવેલ એક જીનીંગ મિલ પાસે કોઈ ઝાયલો કારમાં આવેલ લૂંટારૂઓએ બાળકને હડફેટે લેતા બંને કર્મચારીઓ ફંગોળાઈ ગયા હતા અને અમીત નામના કર્મચારી પાસે રહેલો રોકડ અને હીરાનો થેલો ઉપાડી ફરારથઈ ગયા હતા.
ત્યારબાદ પટેલ મહેન્દ્રભાઈની પેઢીનો કર્મચારી અમીત જસદણમાં આવ્યો હતો. અને બાજુમાં જ આવેલ પી.શૈલેષ આંગડીયા પેઢીનો કર્મચારી રઘુભાઈ અમરેલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ પેઢીના કર્મચારીઓની રાતભર એલ.સી.બી. અને એસ.ઓ.જી. જસદણમાં પૂછપરછ શરૂ કરી હતી. અને ડાયમંડ માર્કેટના સી.સી. ટીવી ફૂટેજ ચકાસ્યા હતા. એક કર્મચારી અમરેલી પોલીસની નજર હેઠળ છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડા તરીકે આવેલ બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આજ સાંજ સુધીમાં દુધનું દુધ અને પાણીનું પાણી કરે તેવી શકયતા છે.