રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ આજ ૨જી ઓગસ્ટના રોજ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે થ્રી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ, જેના અનુસંધાને આજ તા.૦૩/૦૮/૨૦૧૮ના રોજ વોર્ડ નં-૦૩, ૦૫, અને વોર્ડ નં-૦૮માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં વોર્ડ નં-૦૩માં ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં વૃક્ષારોપણ યોજાયો, જેમાં, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ મેયર જનકભાઈ કોટક, દંડક અજયભાઈ પરમાર, વોર્ડ પ્રમુખ હેમભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી તેમજ ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપના પ્રમુખ રણધીર ઉકરડા, ઉપપ્રમુખ જીતુભાઈ નકુમ, ખજાનસિંહ બાલુભા રવેર, પ્રફુલાબેન, બિનાબેન, કાસમભાઈ, યોગેશભાઈ, રાકેશભાઈ, રાજુભાઈ, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-૦૫માં સેટેલાઇટ ચોકથી અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ વાળા રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, નેતા દલસુખભાઈ જાગાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, દિલીપભાઈ પનારા, દક્ષાબેન ભેસાણીયા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, પ્રભારી બાબુભાઈ ઉઘરેચા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગસીયા, મુકેશભાઈ ધનસેતા, કલ્પનાબેન કીયારા, રસીલાબેન સાકરીયા, નયનાબેન પેઠડીયા, પરેશભાઈ પીપળીયા, સંજયભાઈ ચાવડા, ધરમસિંહભાઈ નાથાણી, ડી.એમ.સી. તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-૦૮માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ વાળા રસ્તા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં, મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, બાગ બગીચાના ચેરમેન વિજયાબેન વાછાણી, કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, જાગૃતિબેન ઘાડિયા, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં-૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એન પટેલ, મહામંત્રી કાથળભાઈ ડાંગર, આ વિસ્તારના અગ્રણીઓ અલ્કાબેન કામદાર, જ્યોતિબેન લાખાણી, હર્શીતાબેન પટેલ, રંજનબેન વોરા, મનુભાઈ પટેલ, ડી.બી. ખીમસુરીયા, પૂર્વેશ ભટ્ટ, તેજસ જોષી, જયેન્દ્રસિંહ સરવૈયા, ભાવસિંહભાઈ ભટ્ટી, સુભેન્દ્રું ગઢવી, અધિકારીઓ કે.ડી. હાપલીયા, ચૌહાણ, તેમજ સ્થાનિક સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.