મોટા ભાગના યુવાનોને ખીલની સમસ્યા હોય છે. જો ખીલના દાગ રહી જાય તો તેનાીથી ફેસ અનઇવન દેખાવવા લાગે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે યોગ્ય ડાયેટ ચાર્ટ ફોલો કરીને ખીલની સમસ્યાી છુટકારો મેળવી શકો છો.
બ્રાઉન રાઇસ :
બ્રાઉન રાઇસ વિટામીન બી, પ્રોટીન, મેગ્નેશીયમ અને અન્ય એન્ટી ઓકસીડન્ટી ભરપુર હોય છે. હોમોરન્સને કંટ્રોલ કરે છે. અને ખીલની સમસ્યા પર નિયંત્રણ કરી શકો છો.
લસણ :
લસણ પણ સુપર ફુડ કહી શકાય કારણ કે તેમાં એલીસીન જેવા કેમિકલ્સ રહેલા હોય છે. જે શરિરમાંથી હાનીકારક બેકટેરીયા અને વાયરસનો નાશ કરે છે માટે ડાયેટ ચાર્ટમાં પુરતા પ્રમાણમાં લસણનો સમાવેશ કરવો જોઇએ.
બ્રોકલી :
ત્વચા માટે બ્રોકલી ખુબજ ફાયદાકારક ખોરાક છે. બ્રોકલીમાં વિટામીન એ.બી. કોમ્પલેકસ જેવા અનેક તત્વો હોય છે. જે સ્કીન પર યેલ ડાગ ધબ્બાને દુર કરે છે.
ડ્રાયફુટ :
ડ્રાયફુટને તો આપણે મિનરલ્સનું પેકેજ કહીએ છીએ. મોટાભાગના ડ્રાયફુટમાં વિટામીન્સ, કોપર, ઝીંક, આયાર્ન, કેલ્શીયમ, મેગનેજ હોય છે. જે હેલ્ધી સ્કીન માટે ખુબજ ઉપયોગી બને છે.
મેથી :
ખીલથી છુટકારો મેળવવા માટે તમે મેથીનો ઉપયોગ પણ કરી શકો છો. મેથી ખાવાથી ત્વચા પરના ટ્રોકસીન જતા રહે છે.
ગ્રીન ટી :
ઘણા અભ્યાસમાં સામે આવ્યુ છે કે ગ્રીન ટી પિવાથી ખીલ દૂર થાય છે. તમે ગ્રીન ટી ની ડીપ કરેલી બેગને ખીલ પર પણ લગાવી રાખી શકો છો.
લાલ દ્રાક્ષ :
સ્કીનની એલર્જી અને ફોડલા ખીલી બચવા માટે તમે રેડ ગ્રેપ્સ ખાઇ શકો છો. કારણ કે તેમાં રહેલા રસાયણો ત્વચાને તરોતાઝા રાખવામાં મદદરૂપ બને છે.