કેટરીના સાથે દિશા પટાની, ટબ્બુ અને નોરા ફતેહ પણ ‘ભારત’માં જોવા મળશે
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’માં અભિનેત્રી પ્રિયંકાક ચોપરાએ કામ કરવાની ના પાડતા આખરે ગોલ્ડફીશ કેટરીના કૈફે આ ફિલ્મ સાઈન કરી છે. સલમાન સાથે ‘ટાઈગર ઝીંદા હૈ’ કરનારી અભિનેત્રી જણાવે છે કે, ભારત સાઈન કરવાનું કારણ તેની સ્ક્રીપ્ટ છે. જયારે મેં સ્ક્રીપ્ટ વાંચી ત્યારે જ મે કામ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. ફિલ્મ ભારતનો ભાગ બનીને હું ખૂબજ ખુશ છું ભારતમાં મા‚ જે કિરદાર છે. તેના પર કામ કરવાની ખૂબજ મજા આવશે જયારે મને અલી અબ્બાસ ઝાફરે ફોન કર્યો તેરે મને કહી ‘ગોલ્ડ ફીશ’ કહીને વાતની શરૂઆત કરી કે હું સ્કીપ્ટ મોકલી રહ્યો છું મને વાંચીને કે જે કે સ્ક્રીપ્ટ કેવી લાગી.
સ્ક્રીપ્ટ ઉપરાંત કેટરીના જણાવે છે કે ‘ભારત’ સાઈન કરવાનું એક એ પણ કારણ છે કે અલી મારા સારા એવા મિત્ર છે. અમે પહેલા પણ સાથે કામ કર્યું છે.
પ્રિયંકા ચોપરાએ કામ કરવાની ના પાડતા સલમાને કેટરીનાને આવકારતા ટિવટ કરી લખ્યું હતુ કે, ‘એક સુંદર ઔર સુશીલ લડકી જીસકા નામ હૈ કેટરીના કૈફ, સ્વાગત હૈ આપકા ભારતકી જીંદગી મે ફિલ્મમાં કેટરીના સલમાન ખાનની પ્રેમિકાના અવતારમાં દેખાશે ભારતમાં સલમાન ડેરડેવિલ સ્ટંટમેન રહેશે અલી અબ્બાસે ઈદના દિવસે રિલીઝ થનારી ફિલ્મની એક ઝલક ટિવટર પર શેર કરી છે. આ ફિલ્મમાં દિશા પટાની, નોરા ફતેહી અને ટબુ પણ નજરે પડશે