રાજકોટની તમામ આંગણવાડીઓમાં પહોંચાડાતો નાસ્તો તેમજ આહાર સેન્ટ્રલાઈઝડ કિચન દ્વારા પુરો પાડવામાં આવે છે. જેની શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અને આઈ.સી.ડી.એસ.ના વડા તેમજ કર્મચારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ છે.શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા આપવામાં આવતા આહારની ગુણવતાની તપાસ ઉપરાંત આહાર બનાવવા માટેની ઉપયોગમાં લેવાતી તમામ ખાદ્ય અને બિનખાદ્ય ચીજ-વસ્તુઓનું નિરીક્ષણ કરવામાં આવેલ છે.
ઉપરાંત શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અને આઈ.સી.ડી.એસ.વિભાગ ના વડા તેમજ કર્મચારીઓ દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રના સી.એમ.ટી.સી.સેન્ટર ની મુલાકાત લેવામાં આવેલ છે. જેમાં કુપોષણ દુર કરવા બાબતે વાલીઓને સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. તેમજ સરકાર ની વિવિધ યોજનાઓ અને આઈ.સી.ડી. એસ.વિભાગના સહિયારા પ્રયત્નોથી રાજકોટ શહેરમાં કુપોષણનો દર ઘટેલ છે તેવું જણાવેલ છે. સમગ્ર કાર્યક્રમમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર અને કર્મચારી ગણે સહકાર આપેલ છે.
સ્રી કેળવણી અને સ્રી શિક્ષણ પ્રત્યેની જાગૃતતા અભિયાનના ભાગરૂપે રાજકોટ ખાતે કાર્યરત રોટરી ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલિત બાળવિકાસ યોજના વિભાગના સયુંકત ઉપક્રમે આંગણવાડીઓની કિશોરીઓ માટે કિશોરી જાગૃતિ અભિયાન યોજવામાં આવેલ છે.
અભિયાનનું ઉદ્ઘાટન શિશુ કલ્યાણ ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા કરવામાં આવેલ. કિશોરીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓની જાગૃતિ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું અને કિશોરીઓને આરોગ્ય શિક્ષણ અને પોષણક્ષમ આહાર વિષે તેમજ સમાજમાં શિક્ષિત્ સ્ત્રીઓનું સ્થાન અને મહત્વ વિષે ચેરમેન રૂપાબેન શીલુ દ્વારા વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ હતી.