બેંક સાથે કરોડોની છેતરપીંડી થયાની ફરિયાદમાં પોલીસની વરવી ભૂમીકા બહાર આવી
જૂનાગઢ ગત ૨૦૧૭માં જેતપૂરમાં આવેલ આર્ક રબ્બર કંપનીએ બેંક ઓફ બરોડાની દોલતપરા શાખામાંથી એક કરોડની લોન લીધેલ બાદમાં કંપની ફડચામાં બતાવી છ ભાગીદારોના ભાગીદારી ડીડપર ઉભી કરેલી કંપનીને વિસર્જીત કરી નવી પેઢી શ કરી તેમાં પણ સવા બે કરોડની આજ બેંક પાસે લોન કરાવી તેમાં ભાગીદારની ખોટી સહીઓ કરવાની ફરિયાદ જૂનાગઢના ઉદ્યોગપતી તુષાર સોજીત્રાએ ગત ૨૦૧૭માં જૂનાગઢ પોલીસને કરી હતીપોલીસે પ્રથમ આ કેસમાં આર્થિક અને છેતરપીંડીના ગુન્હાઓની કલમો ટાંકી એફઆઈ આર કરી બાદમાં સીસમરી ભરી લીધાની જાણ ફરિયાદીને થતા ફરિયાદીએ ન્યાય મેળવવા વધારે કસરત કરતા તેમની જાણકારીમાં આવેલ કે દસ લાખી ઉપરના ગુન્હાઓની તપાસ કરવાનો અધિકાર પોલીસ પાસે છે જ નહિ. માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવતા નામદારહાઈકોર્ટે જૂનાગઢ પોલીસની તમામ દલીલોને ફગાવી સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવા હુકમ ફરમાવતા એક તબકકે પોલીસના મોઢા વિલા થઈ ગયા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર ગત ૨૦૧૭માં જૂનાગઢના ઉદ્યોગપતી તુષાર સોજીત્રાએ જાણ કરી હતી કે એક સમયે છ ભાગીદારો છૂટા થઈ ગયા હતા. પછી પણ જે તે સમયે જૂનાગઢની દોલતપરાની બેંક ઓફ બરોડા શાખામાંથી એક કરોડની લીધેલ સીસીલોન પોતાની ખોટી સહીઓથી વખતો વખત રીન્યુ થાય છે. આ ઉપરાંત અન્ય સવા બે કરોડની લોનમાં પોતે જામીનગીરીમા ન હોવા છતા તેમની ખોટી સહીઓ મારફત આર્ક રબ્બર પ્રા.લી. કંપનીના માલીકો બેંક સાથે અને પોતાની સાથે છેતરપીંડી કરી રહ્યા છે. તો આ અંગેની જાણ તેઓએ પ્રથમ પોલીસને આપી હતી. ત્યારે પણ પોલીસે લાંબી કસરત બાદ એફઆઈઆર નોંધી હતી.
આ એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસનુંવર્તન ફરિયાદી સાથે યોગ્ય ન લાગતા અને ફરિયાદીના ધ્યાને વાત આવતા કે જે તે સમયના દિલ્હીના ચીફ વીજીલીયન્સ કમિશ્નરના પરીપત્ર અનુસાર બેંક ફોડના કિસ્સામાં જો દસ લાખથી ઉપરની રકમ હોય તો તેની તપાસની સતા પોલીસ પાસે નથી પોલીસ પાસે આવી ફરિયાદ આવે તો આવી ફરિયાદો રાજયની આર્થિક ગુન્હા નિવારણ શાખાઓને તબદીલ કરવા આ પરીપત્રમાં તાકીદ કરાઈ હતી પરંતુ પોલીસે આ એફઆઈ આરની તપાસમાં મનઘડત નિવેદનો નોંધી સીસમરી ભરી આખા મામલા પર પડદો પાડી દેવામાં વરવી ભૂમીકા ભજવતા ફરિયાદી તુષારભાઈ સોજીત્રા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી.
અને જૂનાગઢ પોલીસના પોલીસ ઈન્સ્પેકટર એ ડીવીઝન અને તેમના ઉપલા અધિકારી ડીઆઈજીને પક્ષકાર તરીકે જોડી અને ફરિયાદ કરવામાં આવેલ હતી જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટીસ પાઠવતા જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન તરફથી સોગંદનામા પર આ સી સમરી ગુનો બનતો ન હતો તે માટે ભરવામાં આવેલ હતી અને જૂનાગઢમાં કોઈ પણ પ્રકારનાં આર્થિક ગુના નિવારણ શાખા નથી તેથી તપાસ એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ તે મતલબનું સોગંદનામું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે આ રાજય સરકાર તેમજ પોલીસના તમામ સોગંદનામાને ફગાવી અને સમગ્ર તપાસ ગુજરાત રાજયની સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવા આદેશ કરેલ હતો. અને આ સમગ્ર તપાસ ત્રણ અઠવાડીયામાં પૂર્ણ કરવાનો આદેશ પણ કરેલ હતો.