જમીન માપણીમાં ૯૦ ટકા ભુલ હોવાની ફરિયાદ: યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે જમીન માપણીની કામગીરી બે માસ પહેલા કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં સાત થી આઠ ખેડુતોને ફકત બોલાવીને કામગીરી કરેલ હતી છેલ્લા બે દિવસ પહેલા આ જમીન માપણીની ઘરે ઘરે ખેડુતોને નોટિસ આપવામાં આવી તેમાં ખેડુતોએ તપાસ કરી તો ગામના ૯૦ ટકા ખેડુતોને જમીન માંપણીમાં ગોટાળા બહાર આવેલ છે અમુક ખેડુતોને ત્રણ-ત્રણ વિઘા જમીન ઓછી તો કોઈને પાંચ વિઘા વધારે આવા અનેક ગોટાળાઓ બહાર આવેલ છે. ત્યારે આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઈ આહિરની આગેવાની હેઠળ ગઢાળા ગામના ખેડુતો ડેપ્યુટી કલેકટરને ગત તા.૩૧ના રોજ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું ત્યારે ડેપ્યુટી કલેકટરે ખાતરી આપતા જણાવેલ હતું કે આ જમીન માપણીના ગોટાળા સુધારવા ખાતરી અને વિશ્ર્વાસ આપેલ હતો. આ બાબતે ગઢાળાના સરપંચે વધુમાં જણાવેલ હતું કે, જો આ ગોટાળાઓ ટુંક સમયમાં સુધારવામાં નહીં આવે તો ગઢાળા ગામના ખાતેદાર ખેડુતો લાગતા વળગતા અધિકારીઓની કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે તેવી લેખિતમાં ચિમકી આપેલ છે.