રોજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય વેળફો છો તેની નોટીફીકેશન અને ડેશબોર્ડથી લોકોને માહિતગાર કરાશે
મોટાભાગના યુવાનો, બાળકો તેનો મોટાભાગનો સમય સોશિયલ મિડીયા પર વેળફતા હોય છે. જો તમે પણ બાળકોને લઈને ચિંતામાં હોય તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તમારા બાળકો કેટલો સમય ખર્ચે છે તે જાણી શકાશે. સોશિયલ મિડીયા જાયન્ટે બુધવારે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, તેઓ સમય નિર્ધારણ માટેના ફિચર્સ બહાર પાડશે. જેમાં લોકોને તેના પસાર કરેલ સમયનો ડેશબોર્ડ દર્શાવવામાં આવશે. જે લોકો સોશિયલ મિડીયાને સમય આપે છે તે પ્રેરણાલક્ષી અને સકારાત્મક હોવું જોઈએ. આ ફિચર્સથી સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સમય પસાર કરતા લોકોને નિયંત્રિત કરી શકાશે.
ફેસબુકે જણાવ્યું હતું કે, તેઓ યુઝરો માટે ડેઈલી રિમેન્ડર ફિચર લોન્ચ કરશે. તેથી ઓલીકેશ લોકોને તેના પસાર કરેલ સમયની માહિતી આપશે. જોકે સ્માર્ટફોનમાં આ નોટીફીકેશનને ડિએકટીવેટ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવશે. તાજેતરમાં જ ફેસબુકે તેના ક્ધટેન્ટ, ન્યુઝફિડ અને અન્ય ફિચર્સમાં ફેરફારો કર્યા છે. જોકે જાહેરાતો માટે ટાઈમ સ્પેન્ટ કંટ્રોલના ફિચર્સ નુકસાનકારક છે. ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ૨૦૧૭માં ફેસબુકના બંધાણી થતા લોકોને તારવા માટે ફેરફારોના નિયમો જાહેર કર્યા હતા. આ પૂર્વ ઝુકરબર્ગે કહ્યું હતું કે, ફેસબુક માત્ર મનોરંજન પુરતુ સીમીત ન રહે પણ સમાજ ઉપયોગી બને માટેના પ્રયત્નો અમે હાલ કરી રહ્યા છીએ.
સોશિયલ મિડીયા પર વાયરલ વિડીયો પણ વધી રહ્યા છે તો કિકી જેવા જોખમી ચેલેન્જો લેવામાં લોકો વિચાર પણ કરતા નથી. ગત વર્ષે ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી રસપ્રદ ઓલકેશનો આવતા ૫ ટકા ફેસબુક યુઝરો ઓછા થયા હતા. તમે સિલેકટ કરેલા સમય મુજબ એપ એલર્ટ મોકલશે. જેથી લોકોને ખ્યાલ આવશે કે તેઓ સોશિયલ મિડીયા પર કેટલો સમય પસાર કરી રહ્યા છે.