સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હરિવંદના કોલેજ ખાતે આયોજન
શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા હરિવંદના કોલેજના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આંતર કોલેજ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર નિલામ્બરીબેન દવે ખાસ ઉપસ્થિતિ રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં વિવિધ ૭૦ કોલેજના ૧૩૦થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.‘અબતક’ સોની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પ્રોફેસર નિલામ્બરીબેન દવેએ જણાવ્યું કે, હરિવંદના કોલેજમાં ચેસ ટૂર્નામેન્ટનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે તેમને અભિનંદન પાઠવું છું. તેમને કોલેજની અંદર પ્લેસ આપી અને સાથો સાથ જમવાની પણ વ્યવસ કરી છે. વધુમાં જણાવ્યું કે, ચેસએ ખરેખર ઈન્ટેલીજન્ટ ગેઈમ છે અને તેનાથી એટલી બધી પ્રતિભા વધે છે આવી જે રમતોમાં ભાગ લેનારા વિધાર્થીઓને ખાસ ધન્યવાદ આપવા જોઈએ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાક્ષાએ આમાંથી જ કોઈ વિધાર્થી સિલેકટ થઈને જાય તેવી મારી શુભકામના છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સ્પોર્ટસ એ આપણા જીવનમાં અનિવાર્ય છે. બેઠાળુ જીવનશૈલી થઈ જાય છે. નાનપણી બાલ્ય અવસી સ્કૂલના કલાકો વધારી દીધા છે. ટયુશન વગેરે અને ઘરે બેસીને ટીવી કે વિડિયો ગેઈમ આ બધી જગ્યાઓ સાથો સાથ શહેરીકરણ થવાને કારણે પ્લેગ્રાઉન્ડ ઓઠા થઈ ગયા છે
જે શહેરી રમતો છે તે ઘટતી જાય છે અને તેના પરિણામે બેઠાળુ જીવનશૈલી બાળપણી વિકસે છે. ઓબેસીટીનું પ્રમાણ જોખમી હદે ભારતમાં વધી રહ્યું છે તો સ્પોર્ટસ છે તે અનિવાર્ય છે, સારા શરીર માટે પણ ખૂબજ જરૂરી છે. સારા શરીરમાં જ સારું મન વિકસી શકે. સારી પ્રતિભા વિકસી શકે છે. એટલા માટે સારું પોષણ અને સારું સ્વાસ્થ્ય માટે સ્પોટર્સ અનિવાર્ય છે.‘અબતક’ સોની વાતચીત દરમિયાન હરિવંદના કોલેજના ટ્રસ્ટી ડો.મહેશભાઈ ચૌહાણએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત ચેસ ટૂર્નામેન્ટ હરિવંદના કોલેજ દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૭૦ જેટલી કોલેજના ૧૩૦થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે કસરત, યોગા અને વ્યાયામ કરી છીએ તેમ મગજને સ્વચ્છ અને સારું ડેવલોપ કરવા માટે ચેસ જરૂરી છે. આ તબક્કે સૌરાષ્ટ્રમાં ઘણા ચેસ ગેઈમમાં ભાગ લેનાર વિધાર્થીઓ છે જે કોલેજ કક્ષાએથી ડેવલોપ થાય છે તો આ યુનિવર્સિટી વતી હું તમામ વિધાર્થીઓને તથા આયોજકોને તથા મેન્ટરોને શુભેચ્છા પાઠવું છું.‘અબતક’ સોની વાતચીત દરમિયાન મેહુલભાઈ વિરજા (ભગત)એ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત ઈન્ટર કોલેજ ચેસ ટૂર્નામેન્ટ ૭૦ કોલેજોના ૧૩૦ જેટલા છાત્રોએ ભાગ લીધેલ છે. આ તકે ચેસ ટૂર્નામેન્ટને સફળ બનાવવા જેનો સિંહ ફાળો એવા અમારા ડો.મહેશભાઈ ચૌહાણ અને અમારા લોક લાડીલા કેમ્પસ ડાયરેકટર સર્વેશ્વરભાઈ ચૌહાણની મોટી સેવા રહી છે