દહેજ પીસીપીઆઈઆર કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝનું કાશી
ગુજરાતનાં દહેજમાં સ્થપાયેલું પેટ્રોકેમીકલ અને પેટ્રોકેમીકલ ઈન્વેસ્ટમેન્ટ રિજયન (પીસીપીઆઈઆર)એ વધુને વધુ રોકાણકારોને આમંત્રીત કરે છે. યુનિયન મિનિસ્ટરી ઓફ કેમિકલ અને ફર્ટીલાઈઝરના જણાવ્યા પ્રમાણે દહેજ પીસીપીઆઈઆર રૂ. ૮૫૯૨૮ કરોડના રોકાણ સાથે ગુજરાતનું અવ્વલ પેટ્રોકેમીકલક્ષેત્ર બન્યું છે.
આને માટે જ તેને કેમીકલ અને પેટ્રોકેમીકલ ઈન્ડસ્ટ્રીઝની કાશી કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અન્ય ત્રણ પીસીપીઆઈઆર ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છે. મહત્વનું છે કે આ ત્રણ રાજયની સરખામણીમાં ગુજરતાનાં દહેજમાં આવેલ પીસીપીઆઈઆરમા રૂ ૮૫૯૨૮ કરોડનું રોકાણ થયું છે. અને તેમાં ૧.૩૨ લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે.
લોકસભામાં પ્રશ્નોતરી સમયે પીસીપીઆઈઆર પ્રોજેકટ અંતર્ગત પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાજયસભાના પ્લાનીંગ એન્ડ કેમિકલ ફર્ટીલાઈઝરના રાવ ઈન્દ્રજીત સિંહે જણાવ્યું કે ઓએનજીસી પેટ્રો એડીશન લીમીટેડ ક્રેકરયુનિટના નેજા હેઠળ ૨૦ માર્ચ ૨૦૧૭માં પીસીપીઆઈઆર શરૂ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાનાં વાઘરા તાલુકાના દહેજમાં સ્થપાયેલુ પીસીપીઆઈઆર ૪૫૩ સ્કેવર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે.ગત વર્ષે દહેજ પીસીપીઆઈઆરે રોકાણકારોને આકર્ષિત કર્યા હતા. અને રૂ. ૨૫૧૬૩ કરોડનું રોકાણ થયું હતુ એમાં સૌથી વધુ રોકાણ ૯૫૦ કરોડ કેમીકલ મેન્યુફેકચરીંગનાં આશય સાથે સાઉથ કોરિયા અને સ્વીડને કર્યું હતુ તે સાથે સ્થાનિક રોકાણકારો જેમાં એમઆરએફ, અસીએલ નાલ્કો, અલ્કાલીશ એન્ડ કેમીકલ, બોટલ કેમીકલ અને યાસીમ ઈન્ડસ્ટ્રીઝે પણ સાથેરૂ એવું રોકાણ કર્યું હતુ,.