રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ સંચાલિત લલીતાબેન રમણીકલાલ શાહ હોમીયોપેથી કોલેજના વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે તેમના શિક્ષકગણનું વૈદિક પરંપરા અનુસાર પુજન કરીને વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરી હતી. આજના બૌઘ્ધિકયુગમાં પોતાને સુધારાવાદીઓ તરીકે ગણાવતા લોકોને ગુરૂ-શિષ્યની પરંપરામાં વિશ્વા નથી તેવા સમયે કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓ તબીબી શિક્ષણ જેવું ઉચ્ચતર સ્થાનનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
તેઓએ પોતાના શિક્ષકોનું વૈદિક પરંપરા અનુસાર પગના અંગુઠાને દુધથી ધોઈ, કુમકુમ અને ચોખાથી પુજન કરી ખરા અર્થમાં ગુરૂવંદના કરી હતી. આજના સમયમાં આવી પરંપરાનું અનુસરણ કરનારાઓની સંખ્યા જવલ્લે જ જોવા મળે છે. આજના ગુરૂપુજન કાર્યક્રમમાં સર્વે ટ્રસ્ટીગણ અને શિક્ષકોએ પણ તેમના વિદ્યાર્થીઓની વંદના સ્વીકારીને તેમને પ્રગતિ અને ઉજજવળ ભવિષ્ય માટે આશિર્વાદ આપ્યા હતા.
આ ગુરૂપૂર્ણિમાના વિશિષ્ટ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા અને કોલેજના પ્રિન્સીપાલ ડો.અરવિંદ જે.ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.