જૂનાગઢ મનપાના કર્મચારીઓનું એલાન એ જંગ: પ્રજાને ભારે હાલાકી
જૂનાગઢ મનપાના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સાતમા પગારપંચની માંગણીને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતા રાજકીય કાવાદાવાઓ વચ્ચે આ સાતમું પગાર પંચ મનપાના કર્મચારીઓને મળી રહ્યું નથી. ગઈકાલ સુધી સામાન્ય રીતે આવેદનો અને કાળી પટીઓ ધારણ કરી વિરોધ વ્યકત કરવામાં આવતો હતો. તે કર્મચારીઓ આજથી આક્રમક મુડમાં આવી મનપાનું નાક દબાવશે તેવી ગઈકાલે યુનિયનના પ્રમુખ નરેન્દ્ર જેઠવાએ જાહેરાત કરી હતી. જૂનાગઢમાં આજથી અનીક્ષીત સમય સુધી પાણી, લાઈટ અને સફાઈ સેવા કર્મચારીઓ દ્વારા બંધ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ વિગત અનુસાર મનપાના કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્ર જેઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે એમ્પલોઈઝ બુધવારથી અનિશ્ર્ચિત સમય સુધી હડતાલ પાડવામાં આવેલ છે. જેમાં પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવશે ગુજરાતનાં ૮ કોર્પોરેશન પૈકી ૭ કોર્પોરેશનમાં ૭મું પગારપંચ લાગુ કરી દેવામા આવ્યું છે. એક માત્ર જૂનાગઢ જ ૭માં પગાર પંચ મામલે નનૈયો ભણે છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરી અને આંદોલનો પણ કરવામાં આવ્યા તાજેતરમા ૧૫ દિવસનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ બાદમાં બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો. તેમ છતા મનપા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામા ન આવતા આખરે એલાને જંગમાં ઉતરવું પડયું છે.
મનપાના રાજકારણમાં હાલ એવો મુદો પણ ચર્ચાઈ રહ્યો છે. કે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં લીંબડ જશ ખાટવા માટે પણ સતાધારી પણ દ્વારા આ પ્રકરણમાં જોરાયો ઉભો કરાયો છે. યુનિયન દ્વારા માનવતાનો અભીગમ દાખવી સોનાપુરી સ્મશાનની સેવા ફાયર સેવા તેમજ એમ્બ્યુલન્સ સેવા ચાલુ રખાશે તેવી યુનીયન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. લોકોમાં ઉઠતી ચર્ચાઓ મુજબ કર્મચારીઓના પ્રશ્ર્નો સાચા પણ હાલ આબધી સુવિધાઓ બંધ થઈ દુવિધાઓ ઉભી થવામાં પ્રજાનો વાક કયાં? લાઈટ પાણી અને સફાઈના ભોગે પ્રજાને હાલ જે વેઠવી પડશે તેમાં દોષીત કોણ? જેવો મોટો પ્રશ્ર્નાર્થ હાલ જન માનસપર આવીને ઉભો છે.