મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને કાયદાપંચ વચ્ચે સમાન સિવિલ કોડ મામલે બેઠક
આગામી ૧૦ વર્ષો સુધી ભારતમાં સમાન સિવિલ કોડ ઘડવાનો વિચાર પણ ન ઈ શકે
ઈસ્લામિક કાયદા કુરાન સો જોડાયેલા પવિત્ર છે જેમાં બદલાવ સહન નહીં થાય: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સીવીલ કોડ) મામલે નીતિ આયોગથી લઈ રાજકીય દળો તથા સામાજિકથી લઈ ધાર્મિક સંગઠનોમાં મત મતાંતર જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે, ભારતમાં સમાન સીવીલ કોડ શકય નથી.
દેશભરમાં સમાન સીવીલ કોડ દાખલ કરવા માટે કાયદાપંચ વિવિધ મુદ્દે ચકાસણી કરી રહી છે. જેના અનુસંધાને કાયદાપંચે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્યોને ચર્ચા માટે બોલાવ્યા હતા. આ ચર્ચા બાદ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરીએ કહ્યું હતું કે, હું સૌથી પહેલા એ જણાવવા માંગુ છું કે, મુસ્લિમ પર્સનલ લો ધાર્મિક તથ્યો આધારીત છે. જેમાં બદલાવ કરવાની સત્તા કોઈ પાસે નથી.
તેમણે દાવો કર્યો હતો કે, કાયદાપંચના ચેરમેન પણ કબુલી રહ્યાં છે કે, સમાન સીવીલ કોડ એ ભારતમાં પ્રેકટીકલ આઈડીયા નથી. આગામી ૧૦ વર્ષ સુધી સમાન સીવીલ કોડ ઘડવો ભારતમાં વિચારી પણ શકાય નહીં જેથી આ વિચારને માંડી વાળવો જ સારો રહેશે. આ બેઠકમાં કાયદાપંચે અમારો મત ખૂબજ સારી રીતે સાંભળ્યો છે અને બેઠક સારા વાતાવરણમાં થઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશભરમાં સમાન સીવીલ કોડ દાખલ કરવું મોદી સરકારના મુખ્ય એજન્ડા પૈકીનું એક છે. અગાઉ નીતિ આયોગે સમાન સિવિલ કોડ સંબંધે તમામ રાજકીય પક્ષો પાસેથી સલાહ સુચનો મંગાવ્યા હતા. સમાન સીવીલ કોડ હેઠળ દેશના વિભિન્ન ધર્મોના પર્સનલ કાયદાઓને હટાવી તેના સને એવો કાયદો ઘડવો જે તમામ નાગરિકો ઉપર એક સમાન લાગુ થાય.
આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કાયદાપંચને એમ પણ કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે કુરાન અને હદીશ સાથે જોડાયેલા ઈસ્લામીક કાયદામાં કોઈપણ પરિવર્તન કરવામાં આવે. આ કાયદા પવિત્ર છે. જેને ૧૫૦૦ વર્ષોથી પાળવામાં આવે છે. જેમાં કોઈપણ જાતના બદલાવને સહન કરવામાં આવશે નહીં.