દક્ષિણ કોરીયાના પ્રેસીડન્ટને જામનગર અને દ્વારકા જીલ્લા અંગે સુમાહિતગાર કરતા માડમ
તાજેતરમાં દક્ષિણ કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઈનના ભારતના ચાર દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આયોજીત ભોજન સમારંભમાં જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. દ.કોરીયામાં કાર્યરત વિશ્ર્વની સૌથી મોટી મોબાઈલ કંપની સેમસંગના વિશ્ર્વકક્ષાના પ્લાન્ટનું ઉતરપ્રદેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને દ.કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઈનના વરદ હસ્તે ઉદઘાટન થયું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતની દરેક ક્ષેત્રની પ્રગતિથી પ્રભાવિત થઈને ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસથી ભારતે દ.કોરીયાની મુખ્ય મોબાઈલ કંપની સેમસંગના માધ્યમથી ભારતમાં રૂ.૪૯૧૫ કરોડનું જંગી રોકાણ કર્યું છે જે ભારતની ઉધોગ ક્ષેત્રની વધુ એક હરણફાળ છે તેમજ વિશ્ર્વકક્ષાના ઉધોગ પ્રસ્થાપિત કરવાની ભારતમાં તક અને સાનુકુળતા છે તે વધુ એક વખત પુરવાર થયું છે.
દ.કોરીયાના પ્રેસીડન્ટ મુનના ભારતના આ પ્રવાસ દરમ્યાન તેમના સન્માનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીજીના આમંત્રણથી જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં પુનમબેન માડમે દ.કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઈન અને તેમની સાથે આવેલા ડેલીગેશનને મળીને બંને દેશોના સંબંધ પરસ્પર વધુ મજબુત કેમ થાય, ઉધોગ અને રોજગાર સાથે રાષ્ટ્રને ટેકનોલોજી ક્ષેત્રે વધુ ફાયદો કેમ થાય તે સમગ્ર બાબતે મુદાસર પરામર્શ કર્યો હતો સાથે સાથે પુનમબેને પોતાના સંસદીય ક્ષેત્ર જામનગર અને દ્વારકા જિલ્લા અંગે તેમને સુમાહિતગાર કર્યા હતા તેમજ સમગ્રપણે આ ભોજન સમારંભ મહત્વપૂર્ણ માહિતીઓના આદાન પ્રદાન થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આમંત્રણથી જામનગરના સંસદ સભ્ય પુનમબેન માડમની આ મુલાકાત ખુબ મહત્વની બની રહી હતી.
એકંદર વડાપ્રધાન મોદીજીના આમંત્રણથી દ.કોરીયાના પ્રેસીડન્ટ મુન.જે.ઈનના માનમાં યોજાયેલા ભોજન સમારંભમાં ઉપસ્થિત રહીને પુનમબેન માડમે રાષ્ટ્ર વિશે, બંને દેશોના સંબંધો વધુ મજબુત બને તે વિશે, તેમના સંસદીય ક્ષેત્ર વિશે મુદાસર માહિતીઓની આપ-લે કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રના નાગરિકો પ્રત્યેના કમીટમેન્ટ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે અને હજુય તે દિશામાં જ નકકર પગલા લઈ રહ્યા છે જેથી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થયો છે અને વિશ્ર્વના દેશો તેથી ખુબ જ પ્રભાવિત થયા છે તેમજ વિશ્ર્વ નકશા ઉપર ભારત આગવી છબી સાથે છવાઈ ગયું છે અને આ વિશ્ર્વકક્ષાની સેમસંગની કંપનીની ભારતમાં સ્થાપનાએ પણ તેનું જ એક શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ ઉદાહરણ છે.