૮૦ ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા: બેની હાલત ગંભીર
દુરાન્તોમાં એરોમેકિસકો જેટલાઇનર ક્રેશ થતાં ૧૦૦ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પ્લેન ક્રેશનું કારણ ખરાબ વાતાવરણ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્લેન ક્રેશ થયા છતાં તમામ યાત્રિકોઓનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં ડઝન જેટલા યાત્રિઓ ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોમાંથી ર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. મેકસીકોની એરલાઇન કંપનીએ પોતાના ટવીટર એકાઉન્ટ કહ્યું હતું કે દુરન્તીથી ફલાઇટ નંબર ૨૪૩૧ મેકસીકો સીટી તરફ જઇ રહી હતી. જેનો અંતર પપ૦ મીલનો છે. જે બે કલાક જેટલો સમય માંગી લે છે વરસાદી તોફાનને કારણે દુરંતો હવાઇ મથકથી ૧૦ કી.મી. દુરના મેદાનમાં પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં કુલ ૯૭ મુસાફરો અને ૪ ક્રુ મેમ્બર્સ સવાર હતા. વિમાને મંગળવારે ૪ વાગ્યે ટેકઓફ કર્યુ હતું. અને થોડી વારમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. ૮૦ જેટલા ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનામાં ર લોકોને ગંભીર રીતે ઇજા પહોચી હતી જેમાં એક પાયલોટ પણ રહ્યા હતા. પ્લેન ક્રેશ દરમ્યાન ઇંજરી થતા પાયલોટે સર્જરી કરાવવી પડી હતી ઉલ્લેખનીય છે કે તમામ યાત્રિઓ સુરક્ષિત છે અન કોઇના મૃત્યુ થયા નથી.