અંધ મહિલા વિકાસગૃહમાં ભોજન, બહેરા-મૂંગા શાળામાં નાસ્તો તથા મુખ્યમંત્રીના દીર્ઘાયુષ્ય અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દરેક મંડલ સ્તરે મંદિરોમાં ર્પ્રાથના-પૂજા-અર્ચના કરવામાં આવશે
ગુજરાતના લોકલાડીલા અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાલે ૬૩માં જન્મદિવસ નિમિતે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા સેવાદિન તરીકે ઉજવવામાં આવશે તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘાયુષ્ય માટે અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે જીલ્લાના દરેક મંડલો પર ભાજપાના કાર્યકર્તાઓ મંદિરોમાં ર્પ્રાથના-પૂજા-અર્ચના કરશે.
ઉપરાંત વી.ડી.પારેખ અંધમહિલા વિકાસ ગૃહમાં મહિલાઓને પૌષ્ટિક ભોજન તેમજ વિરાણી બહેરા- મૂંગા શાળામાં બાળકોને પૌષ્ટિક આહાર(નાસ્તો) આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જીવનમંત્ર જીવદયા અને પ્રથમ રાષ્ટ્રવાદનો રહેલો છે.
તમામ જીવનું રક્ષણ અને લોકોમાં રાષ્ટ્રવાદ જન્મે તેવા તેમના પ્રયાસોથી આજે ગુજરાતમાં પ્રત્યેક નાગરિક સરકાર સાથે સહકારની ભાવનાી ગુજરાતના વિકાસમાં લોકોની ભાગીદારીથી ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાત, સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે મંદિરોમાં પૂજા-અર્ચના અને સેવાદીન તરીકેની ઉજવણીમાં તમામ રાજકોટ શહેરમાં રહેતા હોદેદારો, સહકારી સંસના આગેવાનો, મંડલના આગેવાન કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.