સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા *પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, *દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ* હાથ ધરવામાં આવેલ છે.
જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ.એ.એ.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. વિનુભાઈ , એ.એસ.આઇ મહેન્દ્રસિંહ ઝાલા , હે. કો. મજબૂતસિંહ રાણા , પો.કો.યોગેશકુમાર પટેલ, વિજયસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા , રવિરાજસિહ પરમાર, લક્ષ્મણભાઈ મકવાણા, હરદેવસિંહ પરમાર, સહિતની ટીમ દ્વારા ઉપરોકત શેખળોદ ગામની સીમમાં *આરોપીઓ (૧) રાવતભાઇ નંદાભાઈ વેગડ જાતે કાઠી દરબાર રહે.
શેખળોદ તા. સાયલા (૨) રાજેન્દ્રભાઈ વાસુદેવભાઈ જોશી બ્રાહ્મણ રહે. બોટાદ, સૂર્ય ગાર્ડન પાસે, (૩) આલાભાઈ વીહાભાઈ ગડિયા જાતે ભરવાડ રહે. જસદણ વાજ્સુરપરા, તાલુકો જસદણ (૪) સિકંદરખાન દિલાવરખાન બ્લોચ જાતે મુસલમાન રહે. બોટાદ, લાતી બજાર, (૫) અનિરુદ્ધભાઇ દાસભાઈ દુધરેજીયા જાતે બાવાજી રહે. જસદણ, તાલુકા પંચાયત પાસે, તાલુકો જસદણ, (૬) પ્રવીણભાઈ વાસુદેવભાઈ જોશી જાતે બ્રાહ્મણ રહે. બોટાદ પાળીયાદ રોડ, રામનગર, (૭) જગદીશભાઈ ઉકાભાઇ ગઢીયા જાતે ભરવાડ રહે. જસદણ, વાજ્સુરપરા શેરી નંબર ૧૫, (૮) ભરતભાઈ ધીરુભાઈ ઝાલા જાતે ચુ.કોળી રહે. સાળંગપુર, યજ્ઞપુરુષ નગર, બોટાદ, (૯) તેજસભાઈ પ્રવીણભાઈ દેશાણી જાતે બાવાજી રહે. જસદણ, તાલુકા પંચાયત પરા, (૧૦) સુખાભાઈ મોતીભાઈ ડાભી જાતે ત.કોળી રહે. બોટાદ, ખોડિયાર નગર ૦૨, તાલુકો બોટાદ તથા (૧૧) દીપકભાઈ સવાભાઈ ગઢીયા જાતે ભરવાડ રહે. જસદણ, વાજ્સુરપરા શેરી નંબર ૧૫ ને જાહેરમાં જુગાર રમતા, રોકડ રૂ. ૮૩,૦૫૦/- તથા મોબાઇલ નંગ ૧૬ તથા કાર નંગ ૦૨ તથા મોસા નંગ ૦૧ મળી કુલ કિંમત રૂ. ૫,૫૬,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ ૧૧ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રેડ દરમ્યાન આરોપી/કાર ચાલક હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગયેલ હતા…
પકડાયેલ મુદ્દામાલ બાબતે પકડાયેલ નાસી ગયેલ આરોપી/કાર ચાલક વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર અર્જુનસિંહ જાડેજા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, જૂગાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…